Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી ચોક પાસે ટોરેન્ટ ગેસ લાઈન લીક થતા દુર્ઘટના ટળી:ઝાંઝરડા ચોકડીની દુર્ઘટના બાદ પણ મનપાની બેદરકારી યથાવત: ગાંધી ચોક પાસે ગેસ લાઈન લીક થતા કોંગ્રેસ પ્રમુખે આક્ષેપો કર્યા,જ્યારે કમિશનરે કહ્યું કાર્યવાહી કરાશે

    9 hours ago

    જૂનાગઢમાં મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીના કારણે ફરી એકવાર મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા અટકી ગઈ હોવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગાંધી ચોક વિસ્તારમાં કોંગ્રેસ ભવનની બાજુમાં આવેલ જૂનાગઢનો એકદમ ધમધમતો અને ભારે અવરજવરવાળો એરિયો છે જ્યાં મોટી સંખ્યામાં લોકો સતત પસાર થતા હોય છે. આ વ્યસ્ત વિસ્તારમાં મનપા દ્વારા વિકાસકામ અને પાઈપલાઈનની કામગીરી ચાલી રહી હતી. આ કામગીરી દરમિયાન સ્થળ પર મનપા કે તંત્રનો એક પણ જવાબદાર અધિકારી કે દેખરેખ રાખનાર માણસ હાજર ન હોવાને કારણે ટોરેન્ટ ગેસની લાઈનમાં લીકેજ અને બ્લાસ્ટ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ​આ સમગ્ર ગંભીર મામલે જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલે આક્રમક નિવેદન આપતા જણાવ્યું હતું કે, તંત્રની બેદરકારીને કારણે મોટી જાનહાની ટળી ગઈ છે પરંતુ જો આજની આ ઘટનામાં ગેસ લાઈનમાં બ્લાસ્ટ થયો હોત તો સ્થળ પર હાજર 200 થી 300 લોકોના જીવ જોખમમાં મુકાઈ જાત અને લોકોએ ઓટોમેટિક પોતાના જીવ ગુમાવી દીધા હોત. થોડા સમય અગાઉ જ જૂનાગઢમાં ઝાંઝરડા ચોકડી ખાતે મનપાની આવી જ બેદરકારીના કારણે લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. છતાં તંત્ર કોઈ બોધપાઠ લેવા તૈયાર નથી. આવા કામોમાં ટોરેન્ટના અધિકારીઓ પણ હાજર રહેતા નથી અને જો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશેમાણસનો કિંમતી જીવ ચાલ્યો ગયા બાદ સરકાર દ્વારા માત્ર ચાર લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે છે, પરંતુ શું માનવજીવની કિંમત માત્ર ચાર લાખ રૂપિયા છે તેવો રોષ પણ તેમણે ઠાલવ્યો હતો. જો તાત્કાલિક ધોરણે આ પ્રકારની બેદરકારી દાખવનારા જવાબદાર લોકો અને અધિકારીઓ સામે કાયદેસરની યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તથા કામ બંધ રાખી યોગ્ય દેખરેખ રાખવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં જૂનાગઢમાં અન્ય સ્થળોએ નાખવામાં આવેલી પાઈપલાઈનોને કારણે મોટી દુર્ઘટનાઓ સર્જાશે અને કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે. બીજી બાજુ, આ સમગ્ર મામલે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર આઈ.આર. વાળાએ જણાવ્યું હતું કે, હાલ જે કામગીરી ચાલી રહી છે તે વિસ્તારમાં જમીન નીચે ઘણી બધી અન્ય યુટિલિટીઝ, જીસીવીસીની યુટિલિટીઝ તથા જૂની પાણીની લાઈનો આવેલી છે જેને સંપૂર્ણ રીતે પ્રોટેક્ટ કરીને જ સાવચેતીપૂર્વક કામ ચાલુ રાખવામાં આવ્યું છે. કમિશનરે દાવો કર્યો હતો કે કોઈપણ જગ્યાએ અંડરગ્રાઉન્ડ કામગીરી શરૂ કરતા અગાઉ સંબંધિત તમામ યુટિલિટી ધારકોને અગાઉથી જાણ કરી દેવામાં આવે છે જેથી તેમની ટીમ પણ સ્થળ પર હાજર રહી શકે. ટોરેન્ટના અધિકારીઓ પણ ઘટનાસ્થળે સમયસર પહોંચી ગયા હતા અને ત્યાં હાજર રહ્યા હતા, તેમજ કોઈ મોટી મેજર નુકસાની થઈ નથી અને કામ પણ સમયસર પૂર્ણ કરી દેવામાં આવ્યું છે જેથી હાલ પ્રજાને કોઈ પણ પ્રકારની અગવડતાનો સામનો કરવો પડી રહ્યો નથી.જ્યાં લાઈન બંધ નહોતી કરવામાં આવી અને ફુવારા ખુલ્લા થયા હતા.આ બાબતે અગાઉથી જાણ કરવામાં આવી છે અને પત્ર લખીને પણ માહિતગાર કરવામાં આવ્યા છે, છતાં જો ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી કે સમસ્યા જણાશે તો આ મામલે તંત્ર દ્વારા ફરી એકવાર સઘન ચકાસણી કરી લેવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    પાર્ટનરની પત્નીએ અફેરની શંકા કરી મહિલા વકીલને ગાળો આપી:'તારા પર એસિડ નાખી દઈશ, વીડિયો એડિટ કરીને વાયરલ કરીશ', દિલ્હીની વકીલે સરખેજમાં ફરિયાદ નોંધાવી
    Next Article
    RMCની કોર્ટ બંધ થતા વર્ષે સવા કરોડનો ફાયદો:સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પિંક ટોયલેટ, ખેડૂત હાટ સહિત રૂ.6.50 કરોડના વિકાસકામોને મંજૂરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment