Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોલ્ડન ચોકડી નજીક દુકાનમાં આગ:ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, ટાયરનો જથ્થો બળીને ખાખ; કોઈ જાનહાનિ નહીં

    1 day ago

    વડોદરા શહેર નજીક આવેલી ગોલ્ડન ચોકડી પાસે સુગમ હોટલની બાજુમાં એક ટાયરના ગોડાઉનમાં વહેલી સવારે અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. ટાયરનો જથ્થો હોવાને કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. બનાવ અંગે સ્થાનિકો દ્વારા તાત્કાલિક જાણ કરવામાં આવતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન પ્રાથમિક તપાસ અને મળતી માહિતી અનુસાર, આ ઘટના વહેલી સવારે બની હતી અને આગ લાગવાનું પ્રાથમિક તારણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ટાયર જેવા જ્વલનશીલ પદાર્થો હોવાના કારણે આગ પર કાબૂ મેળવવામાં ભારે પડકારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ફાયર બ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લીધો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની કે ઈજા થઈ ન હોવાથી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે. ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસ મથકનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી વાહનવ્યવહાર સુચારુ કરાવ્યો હતો. તેમજ આ ઘટના અંગે કાયદેસરની તપાસ હાથ ધરી છે. આગના કારણે ગોડાઉનમાં રાખવામાં આવેલા ટાયરનો મોટો જથ્થો બળીને ખાખ થઈ જતાં મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે. હાલ પોલીસે બનાવ સંદર્ભે આગળની કાયદેસરની કાર્યવાહી અને આગનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ વનકર્મીઓએ પડતર પ્રશ્નો માટે આવેદનપત્ર આપ્યું:સેવા, આર્થિક, વહીવટી અને સરક્ષા સહિતના મુદ્દે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
    Next Article
    પાટણમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને મહિલા પરિષદની બેઠક:પ્રવીણ તોગડિયાએ કાર્યકરોને સંબોધ્યા; હનુમાન ચાલીસા કેન્દ્રો, હેલ્પલાઈન અને શસ્ત્ર-કન્યા પૂજન પર ચર્ચા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment