Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને મહિલા પરિષદની બેઠક:પ્રવીણ તોગડિયાએ કાર્યકરોને સંબોધ્યા; હનુમાન ચાલીસા કેન્દ્રો, હેલ્પલાઈન અને શસ્ત્ર-કન્યા પૂજન પર ચર્ચા

    1 day ago

    પાટણમાં રાષ્ટ્રીય બજરંગ દળ અને રાષ્ટ્રીય મહિલા પરિષદ ઓજસ્વિનીના કાર્યકરોની બેઠક સિદ્ધનાથ મહાદેવ મંદિર પરિસરમાં યોજાઈ. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તોગડિયાએ હાજરી આપીને સંગઠનના કાર્યો અને આગામી આયોજનો વિશે માહિતી આપી. તોગડિયાએ જણાવ્યું કે દેશના દરેક ગામ અને શહેરની કોલોનીઓમાં મંગળવાર-શનિવારે હનુમાન ચાલીસાના પાઠ થાય તેવું આયોજન છે. હાલ 30,000 કેન્દ્રો કાર્યરત છે, જેને 1 લાખ સુધી પહોંચાડવાનો સંકલ્પ છે. આ કેન્દ્રો મંત્ર, ધર્મ, રોગમુક્તિ અને ચિંતામુક્તિનું શિક્ષણ આપશે. હિન્દુ હેલ્પલાઈન (02066803300) દ્વારા કરોડો હિન્દુઓને 10 પ્રકારની સહાય અને તાલીમ મળશે. તેમાં મફત અનાજ, ડોક્ટર-એડવોકેટ સેવાઓ, બાળકોની યાદશક્તિ તાલીમ અને મહિલા સુરક્ષાનો સમાવેશ થાય છે. આસો નવરાત્રિમાં અષ્ટમીના દિવસે શસ્ત્ર પૂજન અને કન્યા પૂજનનું પણ આયોજન કરાશે. તોગડિયાએ ભરતભાઈ પ્રજાપતિના ઘરની મુલાકાત લીધી.
    Click here to Read More
    Previous Article
    ગોલ્ડન ચોકડી નજીક દુકાનમાં આગ:ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો, ટાયરનો જથ્થો બળીને ખાખ; કોઈ જાનહાનિ નહીં
    Next Article
    કદવાલના વીરપુર આંગણવાડી કેન્દ્ર પર આંગણ ઉત્સવ:ભાજપ મહામંત્રી રમણભાઈ બારીયાએ પોષણ આહાર અને પ્રમાણપત્રનું વિતરણ કર્યું, સરકારના અભિગમને બિરદાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment