Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષકને શાળામાં જ લાફા ઝીંકી દીધા:નકલી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવીને વિદ્યાર્થિનીને મેસેજ કરતો, મણિનગરની સ્કૂલે ટર્મિનેટ કર્યો

    12 hours ago

    અમદાવાદની વધુ એક શાળા વિવાદમાં આવી છે. મણિનગરમાં પ્રગતિ સ્કૂલમાં શિક્ષકના પદને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. શાળામાં વિદ્યાર્થીઓને ભણાવવાના બદલે શિક્ષકને નકલી આઇડી બનાવવાનો શોખ ચડ્યો હતો. કોમ્પ્યુટરના શિક્ષકે ઈન્સ્ટાગ્રામ પર નકલી આઇડી બનાવીને વિદ્યાર્થિનીઓને અશ્લીલ મેસેજ કર્યા હોવાનો આક્ષેપ કરાયો છે. છેલ્લા 6 મહિનાથી શિક્ષક ધોરણ 10ની વિદ્યાર્થિનીને નકલી ઈન્સ્ટાગ્રામ આઇડીથી અશ્લીલ મેસેજ કરતો હોવાનો આક્ષેપ થયો છે. શિક્ષકના ફોનમાંથી નકલી ઈન્સ્ટાગ્રામ આઇડી મળ્યા વિદ્યાર્થિનીએ અશ્લીલ મેસેજથી કંટાળી તેના એક મિત્રને જાણ કરી હતી. જ્યારે વિદ્યાર્થિનીના મિત્રએ તપાસ કરી તો ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પ્રગતિ સ્કૂલના શિક્ષક દ્વારા જ વિદ્યાર્થિનીને અશ્લીલ મેસેજ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું હતું. જેથી વિદ્યાર્થિનીના મિત્રએ શિક્ષકના ફોનમાં ચેક કરતા અલગ અલગ નકલી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવી હોવાનું જાણવા મળ્યું હતું. જેથી એક શિક્ષક અભ્યાસ કરાવવાના બદલે નકલી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવીને મેસેજ કરતા હોવાથી વિદ્યાર્થિનીના મિત્રએ શિક્ષકનો ફોન ફેકી દીધો હતો. તેમજ કોમ્પ્યુટર શિક્ષકને શાળામાં જ લાફા ઝીંકી દીધા હતા. જેનો વીડિયો પણ વાઇરલ થયો છે. ઘટના બન્યા બાદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી: પ્રિન્સિપાલ પ્રગતિ સ્કૂલના પ્રિન્સિપાલ શૈલેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ઘટના બન્યા બાદ પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવી હતી. તેમજ શાળાએ તપાસ પણ કરી હતી. ઘટનાની ગંભીરતા સમજી શાળાએ શિક્ષકને ટર્મિનેટ કર્યો છે. બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન બોલાવી સમાધાન કરી લેવામાં આવ્યું છે. શિક્ષકનું એવું કહેવું હતું કે તે તેમના પત્નીને મેસેજ કરવા જતા ભૂલથી મેસેજ જતો રહ્યો હતો. તેમજ પોલીસ સ્ટેશનમાં પણ તેમના દ્વારા સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    કિસાન વિકાસ પત્ર યોજનામાં 7.5% વ્યાજ:9 વર્ષ 7 મહિનામાં પૈસા બમણા થશે, જાણો તેની સાથે જોડાયેલી જરૂરી બાબતો
    Next Article
    આપના નેતાઓ સભા સંબોધતા રહ્યા'ને ભાજપે ખેલ પાડી દીધો:ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા આપના 100 કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment