Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આપના નેતાઓ સભા સંબોધતા રહ્યા'ને ભાજપે ખેલ પાડી દીધો:ગાંધીનગર મનપાની ચૂંટણી પહેલા આપના 100 કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા

    9 hours ago

    ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના રણમેદાનમાં એક તરફ 'આપ'ના પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓ ગત રાત્રે બોરીજ ગામે સત્તા અને વ્યવસ્થા સામે રોષ ઠાલવીને પોતાની શક્તિનું પ્રદર્શન કરી રહ્યા હતા તો બીજી તરફ શાસક પક્ષ ભાજપે માસ્ટર સ્ટ્રોક લગાવીને 'આપ'ની છાવણીમાં જ ભંગાણ પાડી દીધું છે. આમ આદમી પાર્ટીના નેતાઓ જ્યારે ભાજપ સરકાર સામે ભાષણોની રમઝટ બોલાવી રહ્યા હતા ત્યારે જ ભાજપે અચાનક 'ખેલ પાડીને' 'આપ'ને બેકફૂટ પર ધકેલી દીધી છે. ગુજરાતને 15 ઓક્ટોબર સુધીમાં દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ ગાંધીનગરના બોરીજ ખાતે યોજાયેલ આમ આદમી પાર્ટીની 'જન સંવાદ' સભામાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ઈસુદાન ગઢવીએ સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાત્કાલિક દુષ્કાળ જાહેર કરવાની માંગ સાથે 15 ઓક્ટોબર સુધીનું અલ્ટીમેટમ આપ્યું હતું, જ્યારે ગોપાલ ઇટાલીયાએ સામાન્ય લોકોના પ્રશ્નો અને ગરીબીના મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. આપના 100થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા પરંતુ આ દરમિયાન જ ગાંધીનગરના સેક્ટર-3 ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં ભાજપે 'આપ'ને મોટો ઝટકો આપ્યો હતો. વોર્ડ નંબર-9ના ગત ચૂંટણીના 'આપ'ના સત્તાવાર ઉમેદવાર મહિપતદાન ગઢવી સહિત 100થી વધુ કાર્યકરોએ 'આપ'નો સાથ છોડીને વિધિવત રીતે કેસરિયા કરી લીધા હતા. પ્રદેશ મહામંત્રી અજય બ્રહ્મભટ્ટ, મંત્રી સંજયસિંહ મહિડા, શહેર ભાજપ પ્રમુખ આશિષ દવે અને ધારાસભ્ય સી.જે. ચાવડાની ઉપસ્થિતિમાં આ તમામ કાર્યકરો ભાજપમાં જોડાઈ ગયા હતા. રાજકીય રીતે આ ઘટના આમ આદમી પાર્ટીની આંતરિક રણનીતિ અને જમીની પકડ સામે ગંભીર સવાલો ઊભા કરે છે. જ્યારે પાર્ટીના દિગ્ગજ નેતાઓ મંચ પરથી ભાજપ સામે મોરચો માંડી રહ્યા હતા, ત્યારે સ્થાનિક સ્તરે પક્ષના જ પૂર્વ ઉમેદવાર અને કાર્યકરોનું આ રીતે છેલ્લી ઘડીએ પક્ષ પલટો કરી જવું તે સાબિત કરે છે કે ચૂંટણીના માહોલમાં 'આપ' ઊંઘતી ઝડપાઈ ગઈ છે. આ માસ્ટરસ્ટ્રોકથી ગાંધીનગરના રાજકારણમાં ભાજપનું પલડું વધુ મજબૂત બન્યું છે જ્યારે આમ આદમી પાર્ટી મોરચા પર સંઘર્ષ કરતી નજરે પડી રહી છે.
    Click here to Read More
    Previous Article
    શિક્ષકને શાળામાં જ લાફા ઝીંકી દીધા:નકલી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવીને વિદ્યાર્થિનીને મેસેજ કરતો, મણિનગરની સ્કૂલે ટર્મિનેટ કર્યો
    Next Article
    'પટેલ, વાણિયા, બ્રાહ્મણ મેલું ઉપાડે મહિને 50 હજાર આપીશ':પૂર્વ સીએમ શંકરસિંહના નિવેદનથી વિવાદ; પાટીદાર-બ્રહ્મ સમાજે કહ્યું-માફી માગો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment