Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કિસાન વિકાસ પત્ર યોજનામાં 7.5% વ્યાજ:9 વર્ષ 7 મહિનામાં પૈસા બમણા થશે, જાણો તેની સાથે જોડાયેલી જરૂરી બાબતો

    10 hours ago

    જો તમે આ દિવસોમાં ક્યાંક રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા હો, તો પોસ્ટ ઓફિસની કિસાન વિકાસ પત્ર યોજના વિશે જાણી લેવું જોઈએ. તેમાં 7.5% વ્યાજ મળી રહ્યું છે. અમે તમને આ યોજના વિશે જણાવી રહ્યા છીએ… કિસાન વિકાસ પત્ર યોજના શું છે? કિસાન વિકાસ પત્ર ભારત સરકારની સ્મોલ સેવિંગ્સ સ્કીમ છે. આ એક પ્રકારની ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ એટલે કે FD જ છે. તેમાં તમારે ઓછામાં ઓછા અઢી વર્ષ એટલે કે 30 મહિના માટે રોકાણ કરવું પડે છે. તેમાં અઢી વર્ષનો લોક-ઇન પિરિયડ રાખવામાં આવ્યો છે. એટલે કે તમે આટલા વર્ષો સુધી આ યોજનામાંથી પૈસા ઉપાડી શકતા નથી. કિસાન વિકાસ પત્રમાં વ્યાજદર અને રિટર્ન કેવી રીતે નક્કી થાય છે? KVP પરનો વ્યાજદર સરકાર દર ત્રિમાસિક ગાળે નક્કી કરે છે. હાલમાં વાર્ષિક 7.5% ચક્રવૃદ્ધિ વ્યાજ મળી રહ્યું છે. ચક્રવૃદ્ધિ વ્યાજનો અર્થ એ છે કે દર વર્ષે મળતું વ્યાજ મૂળધનમાં ઉમેરાઈ જાય છે અને આગામી વર્ષે તેના પર વ્યાજ મળે છે. આ જ કારણે નિશ્ચિત સમયગાળો પૂર્ણ થવા પર રોકાણની રકમ બમણી થઈ જાય છે. લાંબા સમયના રોકાણ માટે વધુ સારું આ યોજના ખાસ કરીને એવા રોકાણકારો માટે વધુ સારી માનવામાં આવે છે, જેઓ જોખમથી બચવા માંગે છે અને સ્થિર વળતર ઇચ્છે છે. આ રોકાણ વિકલ્પ આ લોકો માટે વધુ ઉપયોગી બની શકે છે- કોઈપણ ભારતીય રોકાણ કરી શકે છે કોઈપણ ભારતીય નાગરિક આ સ્કીમમાં પૈસા રોકી શકે છે. કિસાન વિકાસ પત્રમાં રોકાણ કરનારની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જોકે સગીર વતી વાલી એટલે કે ગાર્જિયન તેમાં રોકાણ કરી શકે છે. આ ઉપરાંત તેમાં સંયુક્ત ખાતું પણ ખોલી શકાય છે. તમે કોઈપણ પોસ્ટ ઑફિસ અને બેંકમાં ઑનલાઇન અથવા ઑફલાઇન જઈને તેમાં રોકાણ કરી શકો છો.
    Click here to Read More
    Previous Article
    212ના રનચેઝમાં પાકિસ્તાનીઓનું સુરસુરિયું:ત્રણ બેટર્સને પેવેલિયન ભેગા કરી દીધા, અક્ષર પટેલે બીજી સફળતા મેળવી
    Next Article
    શિક્ષકને શાળામાં જ લાફા ઝીંકી દીધા:નકલી ઈન્સ્ટાગ્રામ આઇડી બનાવીને વિદ્યાર્થિનીને મેસેજ કરતો, મણિનગરની સ્કૂલે ટર્મિનેટ કર્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment