Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવરાત્રિ પૂર્વ વિવિધ ગરબા ગ્રાઉન્ડ નજીક સર્ચ ઓપરેશન:નિર્જન જગ્યાઓનું સઘન ચેકિંગ, શાંતિમય રીતે પર્વ ઉજવાય તે માટે વડોદરા પોલીસ સજ્જ

    12 hours ago

    નવરાત્રિને આડે વહે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેર પોલીસ સંપૂર્ણ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા નાગરિકો સુરક્ષિત વાતાવરણમાં ઉત્સવ ઉજવી શકે તે હેતુથી વડોદરા પોલીસ દ્વારા પૂર્વ તૈયારીઓ અને સુરક્ષા ચકાસણી તેજ કરી દેવામાં આવી છે. નવલખી મેદાન ખાતે સઘન સર્ચ ઓપરેશન આ સુરક્ષા અભિયાનના ભાગરૂપે ઝોન-2 પોલીસ ટીમ દ્વારા વડોદરાના હૃદયસમા અને મધ્યમાં આવેલા ઐતિહાસિક નવલખી મેદાન ખાતે સઘન સર્ચ ઓપરેશન, કોમ્બિંગ અને એરિયા ડોમિનેશન હાથ ધરાયું હતું. આ સમગ્ર કામગીરી ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાની પ્રત્યક્ષ અધ્યક્ષતામાં યોજાઈ હતી, જેમાં પોલીસ અધિકારીઓ અને જવાનોની મોટી ટીમે ભાગ લીધો હતો. ડાર્ક સ્પોટ્સ પર ખાસ ધ્યાન નવરાત્રિના દિવસોમાં નવલખી મેદાન ખાતે મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને નાગરિકોની અવરજવર રહેતી હોય છે. તેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા મેદાનની અવાવરું તથા અંધારી જગ્યાઓ (ડાર્ક સ્પોટ્સ) પર ખાસ લક્ષ્ય કેન્દ્રિત કરીને ચેકિંગ હાથ ધરાયું હતું. આ દરમિયાન મેદાનમાં શંકાસ્પદ રીતે ફરતા અથવા બેસેલા લોકોની સઘન પૂછપરછ પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત, ઓપરેશન શરૂ કરતાં પહેલાં પોલીસ ટીમોને એરિયા ડોમિનેશન અને પોઈન્ટ બંદોબસ્ત અંગેનું વિગતવાર બ્રીફિંગ આપવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન સઘન વોચ રખાશે સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત અને ત્રુટિરહિત બનાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરાશે. સમગ્ર નવલખી મેદાન અને આસપાસના વિસ્તારમાં નજર રાખવા માટે ડ્રોન કેમેરાની મદદ લેવાશે. પોલીસ તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે તહેવારો દરમિયાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સતત પેટ્રોલીંગ અને વોચ રાખવામાં આવશે. ડીસીપી મંજીતા વણઝારાએ પણ આ તકે સુરક્ષા પગલાં અંગે જરૂરી માહિતી પૂરી પાડી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનોને 139 સાધનો અપાયા:વિકાસ વિદ્યાલય ખાતે સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
    Next Article
    રાધનપુર હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત:હારીજના સોઢવ ગામના ભરત પરમારને અડફેટે લઈ ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment