Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધનપુર હાઇવે પર અજાણ્યા વાહનની ટક્કરે યુવકનું મોત:હારીજના સોઢવ ગામના ભરત પરમારને અડફેટે લઈ ચાલક ફરાર

    13 hours ago

    રાધનપુર-મહેસાણા હાઇવે પર નર્મદા કેનાલ અને IOCL કંપની પાસે એક અકસ્માત થયો હતો. અહીં પગપાળા જઈ રહેલા હારીજ તાલુકાના સોઢવ ગામના ભરતભાઈ પરમારને એક અજાણ્યા વાહને ટક્કર મારી હતી. ટક્કર વાગતા ભરતભાઈના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. અકસ્માત કર્યા પછી વાહનચાલક ત્યાંથી ભાગી ગયો હતો. મળતી માહિતી મુજબ, ગઈકાલે રાત્રે લગભગ પોણા બાર વાગ્યે IOCL કંપનીનો સ્ટાફ રાધનપુર ચા-નાસ્તો કરવા નીકળ્યો હતો. નર્મદા કેનાલ પાસે તેમણે ભરતભાઈને ઈજાગ્રસ્ત હાલતમાં જોયા. તેઓ તરત જ ભરતભાઈને રાધનપુરની ખાનગી હોસ્પિટલ અને પછી સરકારી રેફરલ હોસ્પિટલ લઈ ગયા. જોકે, સારવાર દરમિયાન ભરતભાઈનું મોત થયું હતું. આ ઘટનાની જાણ થતાં જ મૃતકના મોટા ભાઈ પ્રવિણભાઈ રાધનપુર સરકારી હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રવિણભાઈની ફરિયાદના આધારે રાધનપુર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રિ પૂર્વ વિવિધ ગરબા ગ્રાઉન્ડ નજીક સર્ચ ઓપરેશન:નિર્જન જગ્યાઓનું સઘન ચેકિંગ, શાંતિમય રીતે પર્વ ઉજવાય તે માટે વડોદરા પોલીસ સજ્જ
    Next Article
    Asiad Cricket LIVE: Jasprit Bumrah's Fiery Delivery Leaves Pak Captain In Pain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment