Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ ફરિયાદ:મિત્રતાની જાળમાં ફસાવી પરિણીતા પાસેથી 1.39 લાખ પડાવનાર સામે પોલીસ ફરિયાદ

    2 days ago

    મહુવા શહેરમાં એક પરિણીત મહિલાએ અલ્પેશ લખમણભાઈ ભાલીયા (રહે. ખારનો ઝાંપો, મહુવા) વિરુદ્ધ મિત્રતાના બહાને વારંવાર રૂપિયા લીધા બાદ વધુ નાણાંની માંગણી કરી બદનામ કરવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી હતી. ફરિયાદ મુજબ, મહુવા ખાતે નોકરી કરતી પરિણીત મહિલાનો આશરે દોઢ વર્ષ પહેલાં અલ્પેશ લખમણભાઈ ભાલીયા સાથે પરિચય થયો હતો. નોકરીએ આવજા દરમિયાન થયેલી ઓળખાણ બાદ બંને વચ્ચે મોબાઇલ પર વાતચીત શરૂ થઈ હતી અને સમય જતાં સંબંધ ગાઢ બન્યા હતા. તે દરમિયાન અલ્પેશે જરૂરિયાત દર્શાવી મહિલાથી મિત્રતાના નાતે વારંવાર ઓનલાઈન નાણાં લીધા હતા. શરૂઆતના સમયમાં લીધેલી રકમ પરત આપતો હોવાથી મહિલાએ વિશ્વાસ રાખી વધુ વખત પણ આર્થિક મદદ કરી હતી. આગળ જતાં અલ્પેશે ફરીથી રૂપિયાની માંગણી શરૂ કરી હતી અને મહિલાએ રૂપિયા આપવાની ના પાડતા તેના ચરિત્ર અંગે પરિવારજનોને ખોટી વાતો કહી બદનામ કરી દેવાની ધમકી આપી હતી. પરિવાર જીવન તૂટી જવાની ભીતિ અને સામાજિક બદનામીના ડરે મહિલાએ ચાલુ મહિનામાં પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન મારફતે રૂપિયા આપ્યા હોવાનું ફરિયાદમાં નોંધાયું હતું. મહિલાના જણાવ્યા મુજબ દોઢ વર્ષના ગાળામાં આશરે રૂ. 1.39 લાખ જેટલી રકમ અલ્પેશને આપવામાં આવી હતી. અંતે મહિલાએ સમગ્ર હકીકત પોતાના પતિને જણાવી પતિની હાજરીમાં પોલીસ મથકે પહોંચીને અલ્પેશ લખમણભાઈ ભાલીયા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી હતી. સાથે ઓનલાઈન નાણાંકીય વ્યવહારોના પુરાવા તપાસ દરમિયાન રજૂ કરવાની તૈયારી પણ દર્શાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ શરૂ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા આયોજન:શાળા છોડી ગયેલા બાળકો માટે રાજ્ય સરકાર દ્વારા યોજાશે પુન: પ્રવેશોત્સવ
    Next Article
    તળાજાના ડબલ મર્ડરમાં વળાંક:આગ નહીં, હત્યા બાદ સળગાવ્યાની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment