Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં ગાંધી જયંતીએ ખાદીનું રૂ. 6.25 લાખનું વેચાણ:સાંસદ પૂનમ માડમ, મંત્રી રિવાબા જાડેજા સહિતના આગેવાનો ખરીદી કરવા પહોંચ્યા

    10 hours ago

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતીએ જામનગરના રણજીત રોડ પર આવેલા ખાદી ગ્રામોદ્યોગ ભવનમાં ખાદીની ખરીદી માટે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. એક જ દિવસમાં આશરે રૂ. ૬.૨૫ લાખની ખાદી અને ખાદી આધારિત ચીજવસ્તુઓનું વેચાણ થયું. જામનગરના સાંસદ પૂનમબેન માડમ, રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજા અને મેયર મોનિકાબેન વ્યાસ સહિતના આગેવાનો ખાદી ભવન પહોંચ્યા હતા. તેમણે ખાદીના વસ્ત્રો સહિત વિવિધ ઉત્પાદનોની ખરીદી કરી. ગાંધીજીએ સ્વતંત્રતાની ચળવળમાં સ્વદેશી અને આત્મનિર્ભરતાનો સંદેશ આપ્યો હતો. આ સંદેશને કારણે ગાંધી જયંતીએ ખાદીની ખરીદીનું મહત્વ વધ્યું. મંત્રી રિવાબા જાડેજાએ ખાદીને ભારતની આત્મનિર્ભરતા અને સ્વાભિમાનનું પ્રતીક ગણાવ્યું. તેમણે સ્થાનિક કારીગરોને ટેકો આપવા વધુ ખાદી ખરીદવાની અપીલ કરી. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી અને શાસક પક્ષના નેતા અમર મોદી સહિત અન્ય આગેવાનો પણ ખાદી ભવનમાં હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચ GRPએ CEIR પોર્ટલથી ગુમ થયેલા 17 મોબાઈલ શોધી કાઢ્યા:રૂ.3.09 લાખના ફોન મૂળ માલિકોને પરત કર્યા, ગાંધી જયંતિએ યોજાયો કાર્યક્રમ
    Next Article
    મોરબીમાં સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનોને 139 સાધનો અપાયા:વિકાસ વિદ્યાલય ખાતે સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment