Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં અમૂલ દહીંમાં ફંગસનો વીડિયો વાયરલ:માયાણી ચોક પાસેના પાર્લરમાંથી ગ્રાહકે દહીંની ડબ્બી ખરીદી, આરોગ્ય અધિકારીએ કહ્યું - ફરિયાદ મળશે તો કાર્યવાહી થશે

    8 hours ago

    અમૂલનું દહીં ખાતા પહેલા ચેતી જજો. કારણકે રાજકોટમાં અમૂલના દહીંમાં ફંગસ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. શહેરના માયાણી ચોક પાસે આવેલ પાર્લરમાંથી એક ગ્રાહકે દહીં લીધું હતું. જોકે તે દહીંની ડબ્બી ખોલતા જ તેમાં ફંગસ હોવાનું સામે આવ્યું. જે બાબતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી દ્વારા દહીંમાં એક જગ્યાએ ફંગસ હોવાનું કહી ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. રાજકોટ શહેરના માયાણી ચોક પાસે અમૂલ પાર્લરમાં એક ગ્રાહક દહીં લેવા માટે ગયા હતા. જ્યાં તેમને દહીંની ડબ્બી આપવામાં આવી. જે બાદ ગ્રાહક પોતાના ઘરે જઈને તે દહીંની ડબ્બી ખોલે છે તો તેમાં ફંગસ જોવા મળ્યું. જેથી ગ્રાહક દુકાનદાર પાસે જાય છે અને દહીંમાં ફંગસ હોવાની ફરિયાદ કરે છે. જોકે દુકાનદાર એવું કહે છે કે દહીંની ડબ્બી પેકિંગ આવે છે. જેથી તેમાં અંદર શું નીકળે તે મને ખબર ન હોય. આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વાંકાણીએ જણાવ્યું હતું કે, અમૂલ દહીંની ડબ્બીમાં ફંગસ હોવાનો વીડિયો મારી પાસે આવ્યો છે. જેમાં પૂરું દહીં ફંગસવાળું નથી પરંતુ દહીંમાં એક જગ્યાએ ફંગસ હોવાનું જોવા મળ્યું છે. આ બાબતે ગ્રાહક તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી નથી. જો ફરિયાદ આવશે તો કાર્યવાહી કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    ગુજરાતમાં દુષ્કાળ 'હાહાકાર' મચાવશે:હાથિયો ય ન વરસ્યો, ઉનાળો આકરો જવાનો; 14 જિલ્લામાં સ્થિતિ વિકરાળ બનશે
    Next Article
    બોટાદમાં કપાસના પાકમાં પીળાશ-સુકારાની સમસ્યા:ખેતી વિભાગની ખેડૂતોને અપીલ, 2% યુરિયા ડ્રેન્ચિંગ અને હળવા પિયતની સલાહ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment