Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં કપાસના પાકમાં પીળાશ-સુકારાની સમસ્યા:ખેતી વિભાગની ખેડૂતોને અપીલ, 2% યુરિયા ડ્રેન્ચિંગ અને હળવા પિયતની સલાહ

    8 hours ago

    બોટાદ જિલ્લામાં કપાસના પાકમાં પીળાશ અને સુકારાની સમસ્યા જોવા મળી રહી છે. આ અંગે મદદનીશ ખેતી નિયામક કિશોર રમણાએ ખેડૂતોને અપીલ કરી છે. ખેતી વિભાગના જણાવ્યા મુજબ, બોટાદ જિલ્લામાં 1.48 લાખ હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે. પાક પીળો પડતા અને સુકાઈ જતા ખેડૂતો ચિંતિત છે. આ સમસ્યાના નિરાકરણ માટે ખેતી વિભાગે 2% યુરિયાનું ડ્રેન્ચિંગ કરવાની સલાહ આપી છે. સાથે જ, જરૂરિયાત મુજબ હળવું પિયત આપવાનું પણ સૂચન કર્યું છે. ખેતી વિભાગનો દાવો છે કે ઝાકળનું પ્રમાણ વધતા આ સમસ્યા વધુ જોવા મળે છે. જો પાકમાં પીળાશ જણાય તો ખેતી વિભાગનું માર્ગદર્શન લેવા મદદનીશ ખેતી નિયામકે ફરી અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં અમૂલ દહીંમાં ફંગસનો વીડિયો વાયરલ:માયાણી ચોક પાસેના પાર્લરમાંથી ગ્રાહકે દહીંની ડબ્બી ખરીદી, આરોગ્ય અધિકારીએ કહ્યું - ફરિયાદ મળશે તો કાર્યવાહી થશે
    Next Article
    ગુજરાતના 56 એસટી બસ સ્ટેશનના ટોયલેટ આધુનિક બનશે:6નું કામ પૂર્ણ, 17માં કામગીરી ચાલુ; મહિલાઓ માટે નવા WC-યુરિનલ સહિત સુવિધાઓ વધશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment