Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાયમી દુકાનો ઊભી કરી દેવાઈ:શહેરમાં તંત્રની ‘મીઠી નજર’ નીચે ભૂકંપમાં ધરાશાયી બિલ્ડિંગની જગ્યા પર ગેરકાયદે દુકાનોનો ધમધમાટ

    12 hours ago

    ભુજ શહેરના વાણિયાવાડ, વોકળા ફળિયા સહિતના ગામતળની અંદરના વિસ્તારમાં વર્ષ 2001ના ભૂકંપ બાદ જેને બ્લાસ્ટ કરીને તોડી પાડવામાં આવી હતી, તે જગ્યાઓ પર કોઈ પણ પ્રકારની સત્તાવાર પરમિશન વગર દુકાનો ઊભી કરી દેવામાં આવી છે. દબાણકારો મહિને હજારો રૂપિયાનું ભાડું ઉઘરાવી રહ્યા છે, છતાં ભુજ નગરપાલિકા કે ભાડા વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. ભુજના વિવિધ વિસ્તારમાં ભૂકંપ સમયે બહુમાળી ઈમારતો ધ્વસ્ત થઈ તેમાંની એક શ્રીનાથ દર્શન બિલ્ડિંગ જમીનદોસ્ત થઈ ગઈ હતી. તે સમયે આર્મીની મદદથી બ્લાસ્ટ કરીને આ બિલ્ડિંગને તોડી પડાઈ હતી અને બાદમાં ત્યાં વંડો બનાવી દેવાયો હતો. જોકે, સમય જતાં નીતિ-નિયમોને કોરાણે મૂકીને અહીં એક પછી એક ગેરકાયદે દુકાનો હંગામી જણાવીને બાંધવામાં આવી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા મુજબ, હાલમાં વાણિયાવાડ અને વોકળા ફળિયા સહિત અનેક જગ્યાએ પતરાના છાપરા મારીને કાયમી સ્વરૂપની દુકાનો બનાવી દેવાઈ છે અને મહિને રૂ. 25 થી 30 હજાર સુધીનું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે. અહીં રહી ચૂકેલા મૂળ માલિકો અને ફ્લેટ ધારકો પાસે હજુ પણ સત્તાવાર ફાઇલ અને દસ્તાવેજો ઉપલબ્ધ છે. નિયમ મુજબ ભાડા કે સંબંધિત તંત્ર દ્વારા તમામ મિલકતદારોને બોલાવીને આ જમીનનું ઓક્શન (હરાજી) અથવા યોગ્ય નિકાલ કરવાનો હોય. પરંતુ તંત્રના જવાબદાર અધિકારીઓની અકળ ચુપકીદીને કારણે ભૂકંપગ્રસ્ત જગ્યા પર ગેરકાયદે કમાણીનો ધીકતો ધંધો શરૂ થઈ ગયો છે. મંગલમ ચાર રસ્તા અને વોકળા ફળિયા જેવા મુખ્ય વિસ્તારોમાં ભૂકંપ પછી હંગામી છાપરાના નામે કાયમી દબાણો કરી દેવાયા હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ભૂકંપગ્રસ્ત મિલકતો અંગે શું છે નિયમ? વર્ષ 2001ના વિધ્વંસક ભૂકંપ પછી જે મિલકતો ધરાશાયી થઈ હતી અથવા જેને સુરક્ષાના કારણોસર તોડી પાડવામાં આવી હતી, તેની જમીન પર પુનઃનિર્માણ માટે ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ અથવા નગરપાલિકાની મંજૂરી ફરજિયાત છે. મૂળ હકદારો કે ફ્લેટ ધારકોની સંમતિ વગર કે સત્તાવાર પરમિશન વિના આવી જમીન પર કોઈ પણ પ્રકારનું વાણિજ્યિક બાંધકામ કરવું એ કાનૂની ગુનો છે.
    Click here to Read More
    Previous Article
    પદયાત્રીઓ માટે આ બ્રીજ પ્રથમ કપરું ચઢાણ સાબિત થશે:પદયાત્રિકોની ભુજોડી ઓવરબ્રિજ રૂપી જોખમી કસોટી !
    Next Article
    ગૃહ વિભાગ દ્વારા 3 વર્ષ માટે કરાઈ નિમણૂંક:ભુજ-માંડવીના MLA, 6 સભ્યોની પાલારા જેલ સમિતિમાં નિમણૂંક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment