Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પદયાત્રીઓ માટે આ બ્રીજ પ્રથમ કપરું ચઢાણ સાબિત થશે:પદયાત્રિકોની ભુજોડી ઓવરબ્રિજ રૂપી જોખમી કસોટી !

    12 hours ago

    આગામી પવિત્ર નવરાત્રિ તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. શ્રાધ્ધ પક્ષમાં જ પદયાત્રીઓ દર્શનાર્થે સમગ્ર ગુજરાતમાંથી ઉમટી પડે છે. ત્યારે અખિલ કચ્છી કુળદેવી માં આશાપુરાના ધામ માતાના મઢ તરફ પદયાત્રાએ નીકળતા લાખો દર્શનાર્થીઓ માટે રસ્તાની પરિસ્થિતિ જોખમી બની છે. નવરાત્રિના આગમન સાથે જ શ્રદ્ધાળુઓનો અવિરત ધસારો શરૂ થઈ જશે, પરંતુ રસ્તા પર સતત દોડતા તોતિંગ વાહનોને કારણે માઇભક્તોની સુરક્ષા સામે મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. ભુજોડી ઓવરબ્રિજ પર દિવ્ય ભાસ્કરની ટીમે સ્થળ પર ભારે વાહનોની અવરજવર નોંધી તો સરેરાશ 200થી વધુ ભારે વાહનો પસાર થાય છે. આટલી મોટી સંખ્યામાં તોતિંગ વાહનોની વચ્ચેથી હજારોની સંખ્યામાં પદયાત્રીઓ પગપાળા કેવી રીતે સુરક્ષિત રીતે પસાર થશે? તે તંત્ર સામે એક વિકટ અને મોટો પ્રશ્ન બનીને ઊભો રહ્યો છે. શેખપીર નજીક સાંકડો સિંગલ પટ્ટી રોડ બન્યો ‘ડેન્જર ઝોન’ તાજેતરમાં શેખપીર નજીક કાર ખાબકવાની ગંભીર ઘટના બન્યા બાદ પણ આ માર્ગના વિસ્તૃતીકરણ કે યોગ્ય બેરીકેડિંગ અંગે કોઈ નક્કર કામગીરી કરવામાં આવી નથી. શેખપીર પાસે રસ્તો બંને બાજુ સિંગલ પટ્ટીનો છે, જ્યાંથી ભુજ તરફ આવતા-જતા વાહનો સિવાય બીજો કોઈ વૈકલ્પિક માર્ગ ઉપલબ્ધ નથી. ભચાઉ તરફથી આવતા દર્શનાર્થીઓ માટે માર્ગનું હાઈ સ્પીડ કોરિડોર કરવાની કામગીરી પણ બાધા રૂપ બનશે. પ્રશાસન ગંભીરતાથી નહીં લે તો કોઈ આકસ્મિક ઘટના બનવાની શક્યતા નકારી ન શકાય. રૂટ પર આ કારણથી ટ્રાફિકની સમસ્યા સર્જાય છે સિંગલ પટ્ટી રસ્તો | શેખપીર પાસે રસ્તાની પહોળાઈ ઓછી હોવાથી સામસામેથી આવતા ભારે વાહનો અને પદયાત્રીઓ વચ્ચે અકસ્માતનો ભય રહે છે. મીઠાની ટ્રકોનું પરિબળ: નજીકની લિગ્નાઇટ ખાણો અને મીઠાના ઓવરલોડ ડમ્પર સાથે અન્ય ઔદ્યોગિક એકમોની મશીનરી નું પરિવહન સંકટરૂપ બનશે. દર્શનાર્થીઓની સુરક્ષા માટે ફાટક ન ખોલાય દર્શનાર્થીઓ પસાર થાય ત્યારે જ રેલવે પણ જતી હોય તો અકસ્માતનો વધુ ભય રહે. કારણ કે ઓવરબ્રીજ બન્યા બાદ જૂનો રસ્તો અને ફાટક બન્ને સીલ કરી નાખવામાં આવ્યા છે. અમૃતસરમાં આવો જ અકસ્માત થયો હતો. રેલવે પ્રશાસન ક્યારે પણ લોકોની અસલામતી નથી ઇચ્છતી. > હેમંત કુમાર,એ.આર.એમ.- પશ્ચિમ રેલવે વિભાગ
    Click here to Read More
    Previous Article
    પ્રેક્ટિકલ તાલીમ અપાઈ:માધાપરમાં કચ્છ સૌરાષ્ટ્રના પ્રજ્ઞાચક્ષુ શિક્ષકોએ મેળવી કોમ્પ્યુટરને લગતી આધુનિક તાલીમ
    Next Article
    કાયમી દુકાનો ઊભી કરી દેવાઈ:શહેરમાં તંત્રની ‘મીઠી નજર’ નીચે ભૂકંપમાં ધરાશાયી બિલ્ડિંગની જગ્યા પર ગેરકાયદે દુકાનોનો ધમધમાટ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment