Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૃહ વિભાગ દ્વારા 3 વર્ષ માટે કરાઈ નિમણૂંક:ભુજ-માંડવીના MLA, 6 સભ્યોની પાલારા જેલ સમિતિમાં નિમણૂંક

    11 hours ago

    ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ભુજ સ્થિત પાલારા ખાસ જેલ માટે નવી જેલ સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. મુંબઈ જેલ મેન્યુઅલ (1955)ના નિયમો હેઠળ જાહેર કરાયેલા આ હુકમ મુજબ કચ્છના લોકપ્રતિનિધિઓ અને અગ્રણી સામાજિક કાર્યકરોની બિનસરકારી સભ્યો તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સમિતિ જેલ શાસન, કેદીઓના કલ્યાણ અને સુધારાત્મક કામગીરી પર દેખરેખ રાખવા માટે ત્રણ વર્ષની મુદત સુધી કાર્યરત રહેશે. રાજ્ય સરકારના ગૃહ વિભાગના ઉપ સચિવ તીર્થ પટેલના આદેશ અનુસાર, પાલારા ખાસ જેલ સલાહકાર સમિતિમાં ભુજના ધારાસભ્ય કેશુભાઈ શિવદાસભાઈ પટેલ તથા માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ ભાઈલાલ દવેની સભ્ય તરીકે પસંદગી કરાઈ છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પ્રતિનિધિ તરીકે ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ સુશ્રી લક્ષ્મીબેન રામજીભાઈ ખેતાણીનો સમાવેશ કરાયો છે. જ્યારે સામાજિક ક્ષેત્રે સક્રિય યોગદાન આપનારા ભુજના શૈલેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા, રસીલાબેન દલપતરામ પંડ્યા અને મહેકભાઈ હરેશભાઈ ગોરની પણ બિનસરકારી સભ્યો તરીકે નિમણૂંક કરાઈ છે. આ તમામ સભ્યોનો કાર્યકાળ આગામી ત્રણ વર્ષ અથવા હોદ્દાની મુદત પૂર્ણ થાય ત્યાં સુધીનો રહેશે. આ સમિતિ જેલમાં કેદીઓ માટેની સુવિધાઓ, સુરક્ષા તેમજ સુધારાત્મક પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે.
    Click here to Read More
    Previous Article
    કાયમી દુકાનો ઊભી કરી દેવાઈ:શહેરમાં તંત્રની ‘મીઠી નજર’ નીચે ભૂકંપમાં ધરાશાયી બિલ્ડિંગની જગ્યા પર ગેરકાયદે દુકાનોનો ધમધમાટ
    Next Article
    કાયમી કમિશન અપાશે:કચ્છના યુવાનો માટે અવસર, એન્જિ. બાદ આર્મીમાં લેફ્ટનન્ટ બનવાની તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment