Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માત:કુછડી હાઇવે પર બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત; અન્ય યુવકને ઇજા

    8 hours ago

    પોરબંદરના કુછડી હાઇવે પર હોટલ પાસે ગુરુવારે મોડી રાત્રે બાઇક સ્લીપ થતાં 19 વર્ષીય રમીઝ ફારૂકભાઇ મુકાદમનું સારવાર દરમિયાન મોત થયું હતું. બનાવમાં બાઇકના માલિક અયાજ બાબરે મરણ જનાર રમીઝ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ફરિયાદી અયાજે પોતાનું GJ-25-N-6248 નંબરનું બાઇક રમીઝને પાલખડા જવા માટે આપ્યું હતું. રાત્રે પોણા બાર વાગ્યાના અરસામાં કુછડી હાઇવે પર એક હોટલ પાસે રમીઝ બાઇક ચલાવતો હતો ત્યારે ઓવર સ્પીડના કારણે કાબૂ ગુમાવતા બાઇક સ્લીપ થઇ હતી. અકસ્મતમાં રમીઝને માથા અને હાથના ભાગે ગંભીર ઇજા થઇ હતી, જ્યારે અમનને શરીરે છોલાણ થયું હતું. બંનેને 108 મારફતે સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન રમીઝને તબીબે મૃત જાહેર કર્યો હતો. લાઇસન્સ વગર ડ્રાઇવિંગનું જોખમ ફરિયાદમાં મરણ જનાર રમીઝ પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ ન હોવાનું જણાવાયું છે. લાઇસન્સ વગર વાહન ચલાવવાથી ચાલકને ટ્રાફિકના નિયમો અને સલામતીના વ્યવહારુ પાસાં અંગે જરૂરી તાલીમનો અભાવ હોઈ શકે છે. ખાસ કરીને હાઇવે પર ઝડપ વધુ હોવાથી નાની ભૂલ પણ ગંભીર અકસ્માતમાં પરિણમી શકે છે. અકસ્માતમાં ચાલક ઉપરાંત પાછળ બેઠેલા વ્યક્તિનું જીવન જોખમમાં મુકાય છે.
    Click here to Read More
    Previous Article
    આખલા યુદ્ધ અને રખડતા પશુઓથી જોખમ‎:તહેવારમાં રખડતા પશુથી અકસ્માતનો ભય
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ:5 લાખની વસ્તી ધરાવતા જિલ્લામાં નાગરિકો-બાળકો ‎માટે સ્વિમિંગ શીખવાની એકપણ સરકારી સુવિધા નથી‎

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment