Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર એક્સક્લુસિવ:5 લાખની વસ્તી ધરાવતા જિલ્લામાં નાગરિકો-બાળકો ‎માટે સ્વિમિંગ શીખવાની એકપણ સરકારી સુવિધા નથી‎

    8 hours ago

    જે જિલ્લાને 106 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો મળ્યો છે, જેમના રક્તમાં જ પાણી સાથે દોસ્તી છે, તે સુદામાપુરી અને ગાંધીભૂમિ પોરબંદરમાં આજની તારીખે એકપણ સરકારી સ્વિમિંગ પૂલ નથી! રાજ્ય સરકાર એક તરફ ખેલ મહાકુંભ અને ફિટ ઈન્ડિયાના કરોડો રૂપિયાના હોર્ડિંગ્સ લગાવે છે, પરંતુ પોરબંદરમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નામે વહીવટી તંત્રનું મીંડું સાબિત થઈ રહ્યું છે. રાજ્યના નાના-નાના તાલુકા મથકોએ પણ રમત-ગમત વિભાગ (SAG) દ્વારા કરોડોના ખર્ચે તરણકૂંડ મંજૂર થઈ રહ્યા છે, ત્યારે 5 લાખથી વધુની વસ્તી ધરાવતા પોરબંદર જિલ્લા માટે સ્વિમિંગ પૂલ બનાવવા માટે તંત્ર ઉદાસીનતા સેવી રહ્યું છે. પરિણામે, નેશનલ મેડલ લાવવાની ક્ષમતા ધરાવતા સ્થાનિક ખેલાડીઓને હાલાકી વેઠવી પડે છે.મહત્વની વાત એ છે કે, જૂનાગઢ, ગીર સોમનાથમાં સ્વીમીંગ પુલ છે જ્યારે જામનગરમાં 2 સ્વિમિંગ પૂલ છે અને ખંભાળિયામાં નગરપાલિકા હોવા છતાં સ્વીમીંગ પુલ છે પરંતુ પોરબંદર મનપા બની છે તેમજ રમત ગમત વિભાગ હોવા છતાં પોરબંદરમાં સ્વીમીંગ પુલનો અભાવ છે. માછીમાર ઉધ્યોગ છે અને સ્વિમિંગ પુલનો અભાવ હોવાથી માછીમારોને દરિયાના જોખમી મોજાંઓ વચ્ચે જીવનું જોખમ ખેડવું પડે છે. સ્વિમિંગ પુલના અભાવે પોરબંદર જિલ્લાના તરવૈયાઓ રાજ્ય અને નેશનલ લેવલ બાજી મારી શકતા નથી. કેન્દ્રીય રમત-ગમત મંત્રી પોરબંદરના જ સાંસદ, છતાં "દીવા તળે અંધારું"!‎ પોરબંદર માટે સૌથી મોટી બાબત એ છે કે, હાલ દેશના કેન્દ્રીય રમત-ગમત અને યુવા બાબતોના મંત્રી મનસુખ માંડવિયા પોરબંદર લોકસભા મતવિસ્તારના જ સાંસદ છે! સમગ્ર દેશમાં સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખેલો ઈન્ડિયાનો વ્યાપ વધારવાની જવાબદારી જેમના શિરે છે, તેમના જ પોતાના સંસદીય ક્ષેત્ર પોરબંદરમાં સ્થાનિક યુવાનો એક સરકારી સ્વિમિંગ પૂલ માટે વલખાં મારી રહ્યા છે. આ સ્થળે સ્વિમિંગ પૂલ બનાવી શકાય તેમ છે પોરબંદરમાં સ્વીમીંગ પુલ બનાવવા માટે લોકમેળા મેદાન રામદેવપીર મંદિર પાસે અથવા ચોપાટી પર આવેલ ઓશિયાનિક હોટલ આગળનો ભાગ, રિવર ફ્રન્ટ અથવા HMP કોલોની ખાતે સ્વિમિંગ પુલ બનાવી શકાય તેમ છે. સુવિધાના અભાવે જિલ્લાને થતું મોટું નુકસાન જાણો સ્વિમિંગ પૂલ ન હોવાથી પોરબંદરને ચાર સ્તરે મોટું નુકસાન થઈ રહ્યું છે. પ્રથમ, પ્રતિભાશાળી ખેલાડીઓ પૂલ પ્રેક્ટિસ અને ટાઈમિંગના અભાવે નેશનલ મેડલ જીતવાથી વંચિત રહે છે. દ્વિતીય, દરિયાઈ વિસ્તાર હોવા છતાં સ્થાનિક યુવાનો વૈજ્ઞાનિક લાઈફ સેવિંગ ટેકનિક શીખી શકતા નથી, જેથી ડૂબવાની દુર્ઘટનાઓ વધે છે. તૃતીય, બીચ ટૂરિઝમ હોવા છતાં વોટર-સ્પોર્ટ્સ અને લાઈફગાર્ડ તાલીમનો વિકાસ અટકે છે. ચતુર્થ, હૃદય અને અસ્થમાના દર્દીઓ તથા સિનિયર સિટીઝન્સને સ્વસ્થ રહેવા માટેની ફિઝિયોથેરાપી સુવિધા મળતી નથી.
    Click here to Read More
    Previous Article
    અકસ્માત:કુછડી હાઇવે પર બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત; અન્ય યુવકને ઇજા
    Next Article
    સિટી એન્કર:બોડી બનાવવાના ચક્કરમાં કિડનીને નુકસાન! ડોક્ટરની સલાહ વિના પ્રોટીન સપ્લિમેન્ટ લેતો યુવક ડાયાલિસિસ પર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment