Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આખલા યુદ્ધ અને રખડતા પશુઓથી જોખમ‎:તહેવારમાં રખડતા પશુથી અકસ્માતનો ભય

    9 hours ago

    પોરબંદરમાં નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારોની હારમાળા શરૂ થઈ રહી છે. ઉત્સવો દરમિયાન શહેરના મુખ્ય માર્ગો, રાજમાર્ગો અને ચોપાટી જેવા પ્રવાસન સ્થળો પર ખેલૈયાઓ, દર્શનાર્થીઓ અને બહારથી આવતા પ્રવાસીઓની ભારે ભીડ રહેતી હોય છે. ​નવરાત્રીમાં મોડી રાત સુધી ગરબીઓનો માહોલ રહેશે. આવા સમયે રોડ-રસ્તા અને ચોક પર અડિંગો જમાવીને બેસતા રઝળતા પશુઓ તથા અચાનક ખેલાતા આખલા યુદ્ધ નાગરિકો અને વાહનચાલકોના જીવ માટે ભારે જોખમ ઊભું કરી રહ્યા છે. ખાસ કરીને રાત્રિના અંધારામાં રસ્તા વચ્ચે બેઠેલા પશુઓ નજરે ન પડતાં ગંભીર અકસ્માતોની સતત ભીતિ સેવાઈ રહી છે. ​ ઉત્સવના આનંદમાં કોઈ દુર્ઘટનાથી રંગમાં ભંગ ન પડે તે માટે પોરબંદર મનપા દ્વારા તાત્કાલિક કડક કામગીરી હાથ ધરવી અનિવાર્ય બની છે. મનપા દ્વારા શહેરના મુખ્ય માર્ગોને ‘નો કેટેલ ઝોન’ જાહેર કરવામાં આવે, રખડતા પશુઓને પકડી ઢોર ડબ્બે પૂરવામાં આવે અને નો કેટલ ઝોનની અમલવારી થાય તેવું આયોજન કરવું જરૂરી બન્યું છે. મુખ્ય માર્ગો ‘નો કેટલ ઝોન’ કરી મનપા કડક કાર્યવાહી કરે તે જરૂરી‎ બે આખલા રસ્તા વચ્ચે લડવા લાગે ત્યારે અચાનક દોડતા આખલા રાહદારીઓ અને વાહનચાલકોને અડફેટે લઈ શકે છે. ખાસ કરીને રાત્રે ગરબા બાદ ઘરે પરત ફરતા ખેલૈયાઓ અને દિવાળીમાં બજાર-પ્રવાસન સ્થળોએ વધતી ભીડ વચ્ચે જોખમ વધી શકે છે. આખલાને છૂટા પાડવા જતા લોકો ઈજાગ્રસ્ત થઈ શકે છે. તહેવારો દરમિયાન મુખ્ય માર્ગો પર રખડતા ઢોરને તાત્કાલિક દૂર કરવા જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    ખાદીની ખરીદી પર 25 ટકા વળતરની જાહેરાત:નગરજનો ખાદી ભવન ઉમટ્યા
    Next Article
    અકસ્માત:કુછડી હાઇવે પર બાઇક સ્લીપ થતાં યુવાનનું મોત; અન્ય યુવકને ઇજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment