Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એનિમિયા જાગૃતિ કાર્યક્રમ:'સેવા મેરા યોગદાન' અભિયાન હેઠળ ધારાસભ્ય વી.ડી. ઝાલા અને આરોગ્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયો

    7 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં 'સેવા મેરા યોગદાન' અભિયાન હેઠળ એનિમિયા નિવારણ માટે કામગીરી ચાલી રહી છે. આ અંતર્ગત વીરાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો એનિમિયા નિવારણ કાર્યક્રમ યોજાયો. જેમાં હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી હાજર રહ્યા. જિલ્લામાં કિશોરીઓ અને પ્રજનનક્ષમ મહિલાઓમાં હિમોગ્લોબીન સુધારવા સઘન કામગીરી થઈ રહી છે. આરોગ્ય કેન્દ્રો દ્વારા હિમોગ્લોબીન ટેસ્ટિંગ, સ્ક્રીનિંગ, કાઉન્સેલિંગ અને આયર્ન-ફોલિક એસિડ (IFA) સપ્લિમેન્ટેશન જેવી સેવાઓ અપાઈ રહી છે. PHC/UPHC સ્તરે 3,268, CHC સ્તરે 913 અને RBSK ટીમ દ્વારા 6,391 લાભાર્થીઓનું ટેસ્ટિંગ કરાયું. 73,388 બાળકોને IFA સપ્લિમેન્ટેશન અપાયું. લાભાર્થીઓને આયર્નયુક્ત આહાર (લીલા શાકભાજી, દાળ-અનાજ, ખજુર) અને IFA ગોળીઓના નિયમિત સેવન અંગે માર્ગદર્શન અપાયું. થાક, ચક્કર જેવા એનિમિયાના લક્ષણો વિશે પણ જાગૃતિ ફેલાવાઈ. આ પ્રયાસોથી કિશોરીઓ અને મહિલાઓમાં એનિમિયા ઘટાડી, આરોગ્ય સુધારવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નીરોણા ગામમાં દીકરીઓની પ્લાસ્ટિક મુક્તિ પહેલ:ગાંધી જયંતિએ ગ્રામસભામાં વિકાસનો સંકલ્પ લેવાયો, 17 લાભાર્થીઓને પ્લોટ અપાયા
    Next Article
    રાજકોટ સિવિલમાં આરોગ્યમંત્રીની સરપ્રાઈઝ વિઝીટ:મૃતદેહ સોંપવામાં ભૂલ અને ગંદકી મુદ્દે અધિકારીઓનો કલાસ લીધો, ઇમરજન્સીમાં તૂટેલી ખુરશીઓ અને ગંદી ચાદરો જોઈ હાઉસકિપિંગ સ્ટાફને ખખડાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment