Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આખી રાત પિતાએ ફોન ન ઉપાડ્યો, સવારે દીકરાને મૃતદેહ મળ્યો:દાણીલીમડામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત, ચાલક ફરાર

    7 hours ago

    અમદાવાદ શહેરમાં બેફામ વાહનહંકારતા ચાલકોનો કહેર યથાવત છે. દાણીલીમડાથી નારોલ તરફ જતા રોડ પર BRTS વર્કશોપ સ્ટેન્ડ પાસે આવેલા કોરિડોરમાં રોડ ક્રોસ કરી રહેલા 55 વર્ષીય આધેડને એક અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. ઘટના બાદ ફરાર થઈ ગયેલા અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ 'કે' ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને શોધખોળ હાથ ધરી છે. રાત્રે પુત્રને મળીને રૂમ પર જવા નીકળ્યા હતા પ્રાપ્ત વિગતો અનુસાર 55 વર્ષીય જમલુદ્દીન ઇદ્રીશી પીપળજ સ્થિત કુમાર કોટન કંપનીમાં નોકરી કરતા હતા અને દાણીલીમડા-નારોલ રોડ પર આવેલી રૂબી હોટલ પાછળ રહેતા હતા. તેમનો પુત્ર ખુશનુર ઇદ્રીશી દાણીલીમડામાં જ શમશુદ્દીનભાઈના કારખાનામાં કાપડનું કામ કરે છે. ગત 30 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9 વાગ્યાની આસપાસ જમલુદ્દીન તેમના પુત્ર ખુશનુરને મળવા માટે આવ્યા હતા. પુત્ર સાથે મુલાકાત કર્યા બાદ તેઓ પોતાની રૂમ પર જવા માટે નીકળ્યા હતા. ફોન રિસીવ ન થતાં પુત્ર શોધખોળ માટે નીકળ્યો ને અકસ્માતની જાણ થઈ બીજા દિવસે સવારે પુત્ર ખુશનુરે પિતાને વારંવાર ફોન કર્યા હતા, પરંતુ સામેથી કોઈ કોલ રિસીવ ન થતાં તેને ચિંતા સતાવી હતી. પિતાની ભાળ મેળવવા માટે તે રૂમ પર અને આસપાસના વિસ્તારમાં શોધખોળ માટે નીકળ્યો હતો. આ દરમિયાન રૂબી હોટલ પાસે પૂછપરછ કરતા તેને જાણવા મળ્યું હતું કે, ગત રાત્રે બીઆરટીએસ વર્કશોપ સ્ટેન્ડ પાસે આવેલી રૂબી પુલાવ હોટલ સામે કોરિડોરમાંથી રોડ ક્રોસ કરતી વખતે એક અજાણ્યા વાહને કોઈ વ્યક્તિને જોરદાર ટક્કર મારી હતી. લોકોએ હોસ્પિટલ ખસેડ્યા, ટૂંકી સારવાર બાદ મોત સ્થાનિકો દ્વારા પુત્રને માહિતી મળી હતી કે અકસ્માત બાદ વાહનચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો અને આસપાસના લોકોએ ઈજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યા હતા. તપાસ કરતા ઈજાગ્રસ્ત વ્યક્તિ પોતાના જ પિતા હોવાની જાણ થતાં પુત્ર હોસ્પિટલ દોડી ગયો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે ટૂંકી સારવાર બાદ જમલુદ્દીનનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર મામલે ખુશનુરની ફરિયાદના આધારે 'કે' ડિવિઝન ટ્રાફિક પોલીસે અજાણ્યા વાહનચાલક સામે હિટ એન્ડ રનનો ગુનો નોંધી CCTV ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડવા કવાયત શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાફિક પોલીસે 100થી વધુ વાહનો ડિટેઇન કર્યા:વડોદરામાં HSRP વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે પોલીસની કડક કાર્યવાહી, 500થી વધુ વાહનચાલકોને ઇ-ચલણ ફટકાર્યા
    Next Article
    4 આરોપીને પોલીસે 'કુકડા' બનાવી દંડા ફટકાર્યાં, VIDEO:અમદાવાદમાં સિગારેટના રૂપિયા બાબતે દુકાનદારને દંડા, બેટ અને સ્ટૂલથી ફટકાર્યો'તો, જાહેરમાં માફી પણ માગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment