Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    4 આરોપીને પોલીસે 'કુકડા' બનાવી દંડા ફટકાર્યાં, VIDEO:અમદાવાદમાં સિગારેટના રૂપિયા બાબતે દુકાનદારને દંડા, બેટ અને સ્ટૂલથી ફટકાર્યો'તો, જાહેરમાં માફી પણ માગી

    9 hours ago

    અમદાવાદના સિંગરવા વિસ્તારમાં 4 આરોપીને પોલીસે કુકડા બનાવીને જાહેરમાં દંડા ફટકાર્યાં છે. પાન પાર્લર પર સિગારેટના રુપિયા આપવા બાબતે દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી. જો કે બાદમાં પૈસા આપી દીધા હતા. પરંતુ આરોપીએ તેના મિત્રો સાથે આવી દુકાનદારને દુકાનની બહાર ખેંચી ઢોર માર માર્યો હતો. ત્યારે ફરિયાદના આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી ઘટનાસ્થળે લઈ જઈને ઉઠકબેઠક કરાવી માંફી પણ મંગાવી હતી. 13 મે 2026ના દિવસે રાજ્યના ડીજીપીએ મહત્વપૂર્ણ અને કડક લેખિત આદેશ જાહેર કર્યો હતો. આ આદેશ અનુસાર હવે કોઈપણ આરોપીનું જાહેરમાં સરઘસ કાઢી શકાશે નહીં તેમજ આરોપીઓ સાથે અપમાનજનક વર્તન કરનાર પોલીસકર્મીઓ સામે કાર્યવાહી થઈ શકે છે.વાંચો સંપૂર્ણ સમાચાર સિગારેટના પૈસા બાબતે બોલાચાલી કરી હતી સિંગરવામાં રહેતા 43 વર્ષીય સુનિલભાઈ કુશવાહ ઓઢવ હુડકો ખાતે 'કૃણાલ પાર્લર' ધરાવે છે. 30 સપ્ટેમ્બરે ડેની નામનો શખસ રાત્રિના સમયે તેમના પાર્લર પર આવ્યો હતો અને સિગારેટ લીધા બાદ પૈસા આપવાની ના પાડતો હતો. આ સમયે દુકાન પર હાજર સુનિલભાઈના પુત્ર કૃણાલે આ અંગે પિતા સાથે ફોન પર વાત કરાવી હતી. ત્યારે સુનિલભાઈની રજૂઆત બાદ ડેનીએ તે સમયે પૈસા આપી દીધા હતા. મિત્રો સાથે આવીને આતંક મચાવ્યો પૈસા આપીને ગયા બાદ દિનેશ ઉર્ફે ડેની ઇશ્વરભાઇ ઠાકોર પોતાના અન્ય મિત્રો પ્રેમ ઉર્ફે રાકેશભાઇ ઝાલા, ચિરાગ ઇશ્વરભાઇ ઠાકોર, અમિત ભગવાનદાસ રાવળ સાથે બાઇક પર ફરીથી પાર્લર પર આવ્યો હતો. સિગારેટના પૈસા આપવા બાબતે અદાવત રાખી તેમણે દુકાનદાર સાથે ઝઘડો શરૂ કર્યો હતો. આ શખસોએ કૃણાલને દુકાન બહાર ખેંચી કાઢીને દંડા, ક્રિકેટ બેટ અને સ્ટૂલથી બેફામ માર માર્યો હતો. આ સમયે ઘટના સ્થળે આસપાસના લોકો ભેગા થઈ જતાં હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. પોલીસે આરોપીઓની ધરપકડ બાદ 'સર્વિસ' કરી આ હુમલા બાદ સુનિલભાઈ કુશવાહે સમગ્ર મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ચારેય આરોપીઓની ધરપકડ કરી લીધી હતી. ત્યારબાદ પોલીસ આરોપીઓને લઈ ઘટનાસ્થળે લઈને પહોંચી હતી. જ્યાં આરોપીઓને જાહેરમાં દંડાથી ફટકાર્યાં હતા. એટલું જ નહીં કુકડા પણ બનાવવામાં આવ્યા હતા. અને કાન પકડીને ઉઠકબેઠક કરવાની કાયદાનું ભાન કરાવીને જાહેરમાં માફી મંગાવી હતી. આ પણ વાંચો: ગાંધીનગરમાં જ ગુંડાઓનો ‘વરઘોડો’ કાઢી DGPના નિયમનો ઉલાળિયો
    Click here to Read More
    Previous Article
    આખી રાત પિતાએ ફોન ન ઉપાડ્યો, સવારે દીકરાને મૃતદેહ મળ્યો:દાણીલીમડામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત, ચાલક ફરાર
    Next Article
    CBSE Digital Payments Notice: Schools Asked To Promote Cashless Transactions

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment