Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાફિક પોલીસે 100થી વધુ વાહનો ડિટેઇન કર્યા:વડોદરામાં HSRP વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે પોલીસની કડક કાર્યવાહી, 500થી વધુ વાહનચાલકોને ઇ-ચલણ ફટકાર્યા

    8 hours ago

    વડોદરા શહેરમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ (HSRP) વગર ફરતા વાહનો સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના DGPની સૂચનાના પગલે શરૂ કરવામાં આવેલી ઝુંબેશ અંતર્ગત પશ્ચિમ વિસ્તારમાં એક અઠવાડિયામાં HSRP વગરના 100થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે, જ્યારે 500થી વધુ વાહનચાલકો સામે ઇ-ચલણની કાર્યવાહી કરવામાં આવી છે. વડોદરા ટ્રાફિક વેસ્ટ ACP ડી. એમ. વ્યાસે જણાવ્યું હતું કે, વાહનોમાં હાઇ સિક્યુરિટી નંબર પ્લેટ લગાવવાનો નિયમ વર્ષ 2017થી અમલમાં છે. તેમ છતાં કેટલાક વાહનચાલકો દ્વારા હજુ સુધી HSRP નંબર પ્લેટ લગાવવામાં આવી નથી. આવા વાહનો સામે શહેર પોલીસે તપાસ અને કાર્યવાહી વધુ કડક બનાવી છે. પશ્ચિમ વિસ્તારમાં પોલીસ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહીમાં HSRP વગરના 100થી વધુ વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ઉપરાંત નિયમનો ભંગ કરનાર 500થી વધુ વાહનચાલકોને ઇ-ચલણ આપવામાં આવ્યા છે. પોલીસ દ્વારા વાહનચાલકોને પોતાના વાહનમાં ફરજિયાત HSRP નંબર પ્લેટ લગાવી નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    'ભોટુ કિંગ'નો આતંક:રાધનપુર ચોકડી પાસે ખુલ્લેઆમ ધોકાવાળી, વાયરલ વીડિયોએ ખોલી પોલ, નોંધાયો ગુનો
    Next Article
    આખી રાત પિતાએ ફોન ન ઉપાડ્યો, સવારે દીકરાને મૃતદેહ મળ્યો:દાણીલીમડામાં રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા વાહને અડફેટે લેતા મોત, ચાલક ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment