Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભોટુ કિંગ'નો આતંક:રાધનપુર ચોકડી પાસે ખુલ્લેઆમ ધોકાવાળી, વાયરલ વીડિયોએ ખોલી પોલ, નોંધાયો ગુનો

    8 hours ago

    મહેસાણા શહેરના રાધનપુર ચોકડી વિસ્તારમાં જાહેર રોડ પર લાકડી-ધોકા વડે અંદરોઅંદર હિંસક મારામારી કરી ભયનું વાતાવરણ ઊભું કરવા મામલે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. કટોસણના કહેવાતા ‘ભોટુ કિંગ’ અને અન્ય બે થી ત્રણ અજાણ્યા શખ્સો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રિયકાન્ત મનુભાઈએ જાતે ફરિયાદી બનીને આ મામલે FIR નોંધાવી છે. વાયરલ વીડિયોથી મારામારીનો ભાંડો ફૂટ્યો વિગતો અનુસાર, મહેસાણા શહેર બી-ડિવિઝન પોલીસ સ્ટાફના અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રિયકાન્ત મનુભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ જીજ્ઞેશકુમાર દિનેશચંદ્ર રાધનપુર પોલીસ ચોકી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે રાત્રિ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન તેમના ધ્યાનમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો એક વીડિયો આવ્યો હતો. આ વીડિયોમાં રાધનપુર ચોકડી નજીક આવેલા પીક-અપ બસ સ્ટેન્ડ પાસે કેટલાક અસામાજિક તત્વો જાહેર રોડ પર સામસામે મારામારી કરી લોકોમાં ભય અને અશાંતિ ફેલાવતા સ્પષ્ટ નજરે પડી રહ્યા હતા. અડધી રાત્રે ધોકા-લાકડીઓ ઉલાળી દહેશત ફેલાવી આ વાયરલ વીડિયો અંગે પોલીસે પોતાના અંગત બાતમીદારો મારફતે સઘન તપાસ કરાવતા હકીકત સામે આવી હતી કે, આ બનાવ ગત તા. 01/10/2026ના રોજ રાત્રે આશરે સાડા બાર વાગ્યાના સુમારે બન્યો હતો. જેમાં કટોસણ ગામનો ‘ભોટુ કિંગ’ નામનો શખ્સ તથા તેની સાથેના અન્ય બે થી ત્રણ અજાણ્યા ઈસમો હાજર હતા. આ તમામ શખ્સો પોતાના હાથમાં લાકડી અને ધોકા જેવા ઘાતક હથિયારો રાખીને જાહેર માર્ગ પર અંદરોઅંદર મારામારી કરી રહ્યા હતા. BNS અને ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો દાખલ જાહેર રોડ પર આ પ્રકારે હિંસક આચરણ કરી સુલેહ શાંતિનો ભંગ કરવા તેમજ સામાન્ય જનતામાં દહેશતનું વાતાવરણ ઊભું કર્યા બાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. જોકે, પોલીસે વાયરલ વીડિયો અને બાતમીના આધારે બી-ડિવિઝન પોલીસ મથકમાં કટોસણના 'ભોટુ કિંગ' તથા અન્ય અજાણ્યા શખ્સો વિરુદ્ધ નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023 ની કલમ-194(2) તથા ગુજરાત પોલીસ એકટની કલમ-136 મુજબ ગુનો નોંધીને આરોપીઓને ઝડપી પાડવા આગળની કડક તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    શોભનાબેન બારૈયાએ વંદે ભારતની મુસાફરી કરી શામળાજીમાં ધજા અર્પણ કરી:હિંમતનગરથી શામળાજી સુધી ભાજપ આગેવાનો સાથે મુસાફરી, 4 ઓક્ટોબરથી નિયમિત સેવા શરૂ
    Next Article
    ટ્રાફિક પોલીસે 100થી વધુ વાહનો ડિટેઇન કર્યા:વડોદરામાં HSRP વગરના અને ફેન્સી નંબર પ્લેટવાળા વાહનો સામે પોલીસની કડક કાર્યવાહી, 500થી વધુ વાહનચાલકોને ઇ-ચલણ ફટકાર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment