Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમોનું આયોજન:પોલીસ દ્વારા નશા મુક્તિ માટે જન જાગૃતિ કાર્યક્રમ; પ્રદેશ પ્રમુખે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ખાદી ખરીદી

    1 day ago

    આજે 2 ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીને લઈને અમદાવાદ શહેરમાં અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ દ્વારા નશા વિરોધી જનજાગૃતિ માટે વોકેથોન નું આયોજન પણ સાબરમતી ગાંધી આશ્રમથી કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સ્વચ્છતા શ્રમદાનને લઈ રાજપથ ક્લબ નજીક સફાઈ કાર્યક્રમ યોજ્યો હતો નશા વિરોધી જનજાગૃતિ માટે વોકેથોન અમદાવાદ શહેર પોલીસ દ્વારા આજે બે ઓક્ટોબરના રોજ ગાંધી જયંતીના દિવસે નશા વિરોધી જનજાગૃતિ માટે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘નશામુક્ત સમાજ, સ્વસ્થ સમાજ’ના સંદેશ સાથે જાગૃતિ ફેલાવવા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા યુવાનો સહિત સમગ્ર સમાજને નશાથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. કાર્યક્રમના બેનરમાં નશીલા પદાર્થો અને ડ્રગ્સના ગંભીર પરિણામો અંગે પણ લોકોને ચેતવણી આપવામાં આવી છે. ‘નશાની લત એક બીમારી છે, તેનાથી દૂર રહેવામાં સમજદારી છે’ જેવા સંદેશ દ્વારા નશાની લતથી થતા નુકસાન અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા. જાહેર માર્ગો પર સ્વચ્છતા અભિયાન સાબરમતી ગાંધી આશ્રમ ખાતે સર્વ ધર્મ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. મહાત્મા ગાંધીજીની જન્મજયંતિના દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા “સ્વચ્છતા હી સેવા–2026” અભિયાન અંતર્ગત આજે પકવાન ચાર રસ્તા ખાતે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર હિતેશ બારોટ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીઓ સ્થાનિક કોર્પોરેટરો અને નાગરિકો દ્વારારાજપથ ક્લબથી પકવાન ચાર રસ્તા, પકવાન ચાર રસ્તાથી શ્રી ગુરુકુલ તેમજ ગુરુકુલથી એક્સપ્લોરિયલ મોલ ચાર રસ્તા સુધીના માર્ગો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, અમદાવાદના મેયર હિતેશ બારોટ અને શહેર સંગઠનના હોદ્દેદારો સહિતના નેતાઓએ શહેરના ઇન્કમટેક્સ સર્કલ ખાતે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક નમન કર્યું હતું. આ પ્રસંગે તેમણે મહાત્મા ગાંધીજીના દેશની આઝાદીમાં આપેલા અમૂલ્ય યોગદાન તેમજ તેઓના સત્ય, અહિંસા, સ્વચ્છતા, સ્વદેશી અને આત્મનિર્ભરતાના મૂલ્યોનું સ્મરણ કર્યું હતું. ગાંધીજીના સ્વદેશીના વિચારને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓએ ખાદીની ખરીદી પણ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વિફરેલી સિંહણ 12 કલાકે પાંજરામાં:હવે સાત કલાકમાં જ સુરતથી ઉદયપુર પહોંચાશે, આજે રાજ્યભરમાં UPI પેમેન્ટ બંધ,પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફરી ફાયરિંગ
    Next Article
    ગાંધી જયંતિએ ભાજપના નેતા અને કાર્યકરોએ ખાદી ખરીદી:પાટણમા ત્રણ દરવાજા ખાદી ભંડારમાં ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ યોજાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment