Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી જયંતિએ ભાજપના નેતા અને કાર્યકરોએ ખાદી ખરીદી:પાટણમા ત્રણ દરવાજા ખાદી ભંડારમાં ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા કાર્યક્રમ યોજાયો

    1 day ago

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મ જયંતિ નિમિત્તે પાટણ જિલ્લા ભાજપ દ્વારા એક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ત્રણ દરવાજા સ્થિત ખાદી ભંડાર ખાતે રાખવામાં આવ્યો હતો. જેમાં પાટણના સાંસદ ભરત ડાભીની હાજરીમાં ખાદીની ખરીદી કરવામાં આવી હતી. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવાનો હતો. સાંસદ ભરત ડાભીએ પોતે ખાદીની ખરીદી કરીને આ પહેલમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ રમેશ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, નગરપાલિકા પ્રમુખ ચંદ્રિકા રાવળ, જિલ્લા મહામંત્રી સંજય પટેલ, લાલજી દેસાઈ, બાબુજી ઠાકોર, શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, જિલ્લા પૂર્વ પ્રમુખ દશરથજી ઠાકોર, એપીએમસી ચેરમેન સ્નેહલ પટેલ, મોહનલાલ પટેલ અને શૈલેષ પટેલ હાજર રહ્યા હતા. નગર સેવકો ,પૂર્વ નગર સેવકો સહિત પાટણ જિલ્લા અને શહેરના અન્ય પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગાંધી જયંતી નિમિત્તે કાર્યક્રમોનું આયોજન:પોલીસ દ્વારા નશા મુક્તિ માટે જન જાગૃતિ કાર્યક્રમ; પ્રદેશ પ્રમુખે ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી ખાદી ખરીદી
    Next Article
    સાબરમતી વિસ્તારમાં ઉધારમાં પડીકી આપવા બાબતે આધેડની હત્યા:ધર્મનગર રેલવે સ્ટેશન બહાર પાનનો ગલ્લો ચલાવનાર આધેડને યુવકે છરીના ઘા માર્યાં, આરોપી અનિલ ઠાકોર ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment