Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર યોજાઈ:મોટી સંખ્યામાં સફાઈમિત્રોએ આરોગ્ય, સુરક્ષા અને સામાજિક સેવાઓનો લાભ લીધો

    1 week ago

    ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય દ્વારા આયોજિત 'સ્વચ્છતા હી સેવા (SHS)–2026' અભિયાન અંતર્ગત, જામનગર મહાનગરપાલિકા દ્વારા 'સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર' યોજાઈ હતી. આ શિબિરમાં શહેરના મોટી સંખ્યામાં સફાઈમિત્રો જોડાયા હતા અને આરોગ્ય, સુરક્ષા તથા સામાજિક સેવાઓનો લાભ લીધો હતો. આ શિબિરનો મુખ્ય હેતુ શહેરની સ્વચ્છતામાં યોગદાન આપતા સફાઈમિત્રોના કાર્યને બિરદાવવાનો હતો. સાથે જ, તેમના આરોગ્ય, સલામતી અને સામાજિક સુરક્ષા સંબંધિત વિવિધ યોજનાઓ વિશે માર્ગદર્શન આપવાનો હતો. શિબિરમાં સફાઈમિત્રોને કીટ આપી સન્માનિત કરાયા હતા અને આરોગ્ય વિભાગની ટીમે તેમનું ચેકઅપ પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સ્વચ્છતા, નશામુક્તિ, અંગદાન અને રક્તદાન અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમો સફાઈમિત્રોના કલ્યાણ અને સુરક્ષા માટેની સુવિધાઓ તેમના સુધી પહોંચાડવામાં મદદરૂપ થાય છે.
    Click here to Read More
    Previous Article
    'મુખ્યમંત્રીનો વિરોધ ન કરવા લોકઅપમાં દબાણ કરાયું':કોંગ્રેસ કાર્યકરનો ઉમરાળા પોલીસ પર ગંભીર આક્ષેપ,તબિયત લથડતા સારવારમાં; જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આંદોલનની ચીમકી
    Next Article
    નવસારીમાં વેપારી પાસે 5થી 10 લાખની ખંડણી માંગી:પૈસા ન આપવા પર પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, પોલીસ તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment