Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'મુખ્યમંત્રીનો વિરોધ ન કરવા લોકઅપમાં દબાણ કરાયું':કોંગ્રેસ કાર્યકરનો ઉમરાળા પોલીસ પર ગંભીર આક્ષેપ,તબિયત લથડતા સારવારમાં; જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આંદોલનની ચીમકી

    1 week ago

    ભાવનગરના ઉમરાળા તાલુકાના કોંગ્રેસ સમિતિના કાર્યકર્તા મોઇન મુલતાનીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ઉમરાળા PIના કહેવાથી ગતરોજ મોઇન મુલતાનીને પોલીસ મથકે બોલાવ્યા બાદ ભાવનગર લઈ જઈ લોકઅપમાં પૂછપરછ કરી મુખ્યમંત્રીનો વિરોધ ન કરવા દબાણ કરાયું હોવાનું આક્ષેપ કર્યો છે. ત્યારબાદ તેની તબિયત લથડતા સારવાર માટે ભાવનગરની સર ટી. હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટના પગલે શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતનું પ્રતિનિધિ મંડળ સિટી ડીવાયએસપીને રજૂઆત કરી હતી. ભાવનગર લઈ જઈ લોકઅપમાં બેસાડી દીધોઃ કોંગ્રેસ કાર્યકર મોઇન મુલતાનીએ જણાવ્યું કે, ઉમરાળા PIએ ફોન કરી ફ્રી હોય તો પાંચ મિનિટ પોલીસ સ્ટેશને આવો તેમ કહ્યું હતું. હું 5 મિનિટની જગ્યાએ ઉમરાળા પોલીસ સ્ટેશનની અંદર બે કલાક ઉપર-નીચે ફર્યો પણ કોઈ જવાબ દેવાવાળું ન આવ્યું. ત્યાંથી મને કોન્સ્ટેબલ દ્વારા કહેવામાં આવ્યું કે, તમને ભાવનગર લઈ જવાના છે અને જીપમાં બેસાડી ભાવનગર લાવી અડધી કલાક લોકઅપમાં બેસાડ્યો. 'PIએ કહ્યું- તને મુખ્યમંત્રી કેમ નથી ગમતા' અને પીઆઇએ મારી પૂછપરછ એવું પૂછ્યું કે, તને મુખ્યમંત્રી કેમ નથી ગમતા? તમે કેમ એનો વિરોધ કરો છો? આ બધું બંધ કરી દો. એમની જોડે બીજા પોલીસકર્મી હતા અને એણે કહ્યું કે, આ તમારી ઉંમર નથી રાજકારણ કરવાની અને આ બધું બંધ કરી દેવું જોઈએ, સરકારનો વિરોધ ન કરાય. ​ત્યાર પછી ત્યાંથી ઉમરાળા પોલીસ સ્ટેશન લઈ ગયાં જ્યાં નીચે ઉતરતા ચક્કર આવ્યા અને મારી તબિયત બહુ ખરાબ થતાં હોસ્પિટલ લઈ ગયાં. ત્યાંથી પછી મારું બ્લડ પ્રેશર લો હતું, એટલે ભાવનગર સર્ટી હોસ્પિટલ તાત્કાલિક સારવાર માટે લાવ્યા. 'માત્ર કોંગ્રેસ પક્ષનો કાર્યકર હોવું એ આ લોકશાહીની અંદર એક ગુનો?' SP કચેરીએ રજૂઆત કરવા આવેલા ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણ રાઠોડે જણાવ્યું કે, ગઈ રાત્રિના પોલીસે બે કાર્યકર્તાની કઈ કહ્યાં વગર અને ગુના વગર ધરપકડ કરી હતી. ઉમરાળા પોલીસ સ્ટેશનથી ભાવનગર પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યાં. અહીંયા આવ્યા પછી કોઈપણ પ્રકારની ફરિયાદ એમના ઉપર દાખલ કરવામાં આવી નથી. ત્યારે માત્ર કોંગ્રેસ પક્ષનો કાર્યકર હોવું એ આ લોકશાહીની અંદર એક ગુનો બની જતો હોય એવું અમને લાગી રહ્યું છે, જેને લઈ જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. 'ભાજપ વિરોધી પોસ્ટ પોલીસને કેમ નથી ગમતી?' પોલીસ સિસ્ટમથી કામ કરતી નથી આવું એક વખત નહીં પણ અનેક વખત બને છે. સોશિયલ મીડિયાના માધ્યમથી જે પોસ્ટો મુકાતી હોય, રજૂઆતો થતી હોય, ત્યારે એ ક્યાંક ને ક્યાંક સરકારને અને ભારતીય જનતા પાર્ટીને ન ગમે. પણ પોલીસને કેમ નથી ગમતી? પોલીસ કેમ ખોટી રીતે આવી રીતે કાર્યકર્તાઓને હેરાન કરે છે? આ સવાલ સાથે અમે એસપીને રજૂઆત કરવા આવ્યાં છે 'જિલ્લાભરમાં આંદોલન કરવાનું થતું હશે તો પણ કરશું' વધુમાં કહ્યું કે, અમારી રજૂઆત નહીં સાંભળે તો ગાંધી ચિંધ્યા માર્ગે જે કંઈ કાર્યક્રમ કરવાનો થતો હશે તે કરીશું. એક પણ કોંગ્રેસના કાર્યકર્તાને ખોટી રીતે જો કોઈ હેરાન કરશે તો કોંગ્રેસ પાર્ટી એમની સાથે છે અને જે કરવાનું થતું હશે તે અમે લોકશાહી ઢબે કરશું.
    Click here to Read More
    Previous Article
    બે અનામી ઈ-મેલથી SVNIT કેમ્પસમાં ભૂકંપ:સિનિયર પ્રોફેસરની સૂચનાથી વિવાદ, 'આપઘાત પહેલાં ક્લાસમાં આવજો...' ઇન્ચાર્જ રજિસ્ટ્રારે કહ્યું- તથ્ય હશે તો કાર્યવાહી થશે
    Next Article
    જામનગરમાં સફાઈમિત્ર સુરક્ષા અને સન્માન શિબિર યોજાઈ:મોટી સંખ્યામાં સફાઈમિત્રોએ આરોગ્ય, સુરક્ષા અને સામાજિક સેવાઓનો લાભ લીધો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment