Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે અનામી ઈ-મેલથી SVNIT કેમ્પસમાં ભૂકંપ:સિનિયર પ્રોફેસરની સૂચનાથી વિવાદ, 'આપઘાત પહેલાં ક્લાસમાં આવજો...' ઇન્ચાર્જ રજિસ્ટ્રારે કહ્યું- તથ્ય હશે તો કાર્યવાહી થશે

    1 week ago

    સુરતની SVNIT સંસ્થામાં સિવિલ એન્જિનિયરિંગ વિભાગના સિનિયર મોસ્ટ પ્રોફેસર દિલીપ પટેલ સામે 2 અનામી ઈ-મેલ દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવતાં ચકચાર મચી છે. આ મામલે સંસ્થાના જોઈન્ટ રજિસ્ટ્રાર ઇન્ચાર્જ કે. કે. સિંહે જણાવ્યું હતું કે, સંસ્થાની વિવિધ ઓથોરિટીઝને એકસરખો કન્ટેન્ટ ધરાવતા 2 અનામી મેલ પ્રાપ્ત થયા છે. કે. કે. સિંહે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, અમને ઈ-મેઈલથી ફરિયાદ મળી છે, પરંતુ આ ઈ-મેઈલ ખરેખર કોઈ વિદ્યાર્થીએ કર્યો છે કે પછી કોઈ ટીખળખોરે મોકલ્યો છે તે હજી સ્પષ્ટ નથી. જે પ્રોફેસરની ફરિયાદ થઈ છે તે સિનિયર મોસ્ટ પ્રોફેસર છે તેમ છતાં ફરિયાદ આવી હોવાથી પ્રાથમિક તપાસની જવાબદારી HODને સોંપી છે. જો આક્ષેપોમાં તથ્ય જણાશે તો સંસ્થાના નિયમો મુજબ કાર્યવાહી થશે, પરંતુ જો ઈ-મેઈલ ખોટો માલૂમ પડશે તો મામલો સુરત પોલીસને સોંપીને ગેરરીતિ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પ્રોફેસરની અપમાનજનક ભાષા અને ગંભીર ફરિયાદો 30 સપ્ટેમ્બરની રાત્રે મોકલવામાં આવેલી ફરિયાદ મુજબ, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ (CPM) વિષય ભણાવતા સિનિયર પ્રોફેસર નિયમિત ક્લાસમાં આવતા નથી અને શિક્ષણ આપવાને બદલે અપમાનજનક ભાષાનો ઉપયોગ કરે છે. ઈ-મેલમાં આક્ષેપ કરાયો છે કે પ્રોફેસરે ક્લાસમાં કહ્યું હતું કે, "આત્મહત્યા પહેલાં ક્લાસમાં આવવું જ પડશે, પછી ભલે રાત્રે મરી જજો કે હોસ્ટેલમાંથી કૂદી મરી જજો, મને કોઈ ફરક નથી પડતો!" આ ઉપરાંત "તમને કોઈ કંપની નોકરી પર નહીં રાખે" જેવા શબ્દો કહીને વિદ્યાર્થીઓની આર્થિક સ્થિતિ પર ટિપ્પણી કરી અંગત ફ્રસ્ટ્રેશન ઉતારતા હોવાનો ઉલ્લેખ છે. નવા પ્રોફેસરની વ્યવસ્થા કરવા વિદ્યાર્થીઓની માંગ પ્રોફેસરના આવા અસભ્ય અને કઠોર વર્તનને કારણે વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ તૂટી રહ્યો છે અને તેઓ ગંભીર માનસિક તાણનો સામનો કરી રહ્યા છે. વિદ્યાર્થીઓએ સંસ્થાના ડિરેક્ટર અને રજિસ્ટ્રાર સમક્ષ માંગ કરી છે કે આ પ્રોફેસર સામે તાત્કાલિક તપાસ કરીને શિસ્તભંગની કડક કાર્યવાહી કરવામાં આવે. તે સાથે જ CPM વિષય ભણાવવા માટે તાત્કાલિક અન્ય કોઈ સિનિયર મોસ્ટ પ્રોફેસરની વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને તણાવમુક્ત વાતાવરણ મળે અને તેઓ શાંતિથી પોતાનો અભ્યાસ પૂર્ણ કરી શકે. તપાસ અહેવાલ બાદ કાયદેસરની કડક કાર્યવાહી આ સમગ્ર મામલાની તપાસ સિવિલ એન્જિનિયરિંગ વિભાગના વડા (HOD) પ્રોફેસર માણેકરને સોંપવામાં આવી છે. જોકે, હજુ સુધી કોઈ વિદ્યાર્થીએ સામે આવીને આ મેલ મોકલ્યાની સત્તાવાર જવાબદારી લીધી નથી. સંસ્થા હાલ તમામ પાસાઓની ચકાસણી કરી રહી છે. જો તપાસમાં પ્રોફેસર સામેના આક્ષેપો સાચા ઠરશે તો નિયમાનુસાર પગલાં ભરાશે. પરંતુ જો કોઈ અસામાજિક તત્ત્વે બદનામ કરવાના ઇરાદે આ પત્રવ્યવહાર કર્યો હશે, તો આખો મામલો સાયબર સેલ અને સુરત પોલીસને સોંપીને ગુનો દાખલ કરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    17 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે દરિયા કિનારે હૃતિક રોશનનો રોમાન્સ:સબા આઝાદ સાથે 5મી રિલેશનશિપ એનિવર્સરી ઉજવી, PHOTOS; એક્સ-વાઇફે આપ્યું રિએક્શન
    Next Article
    'મુખ્યમંત્રીનો વિરોધ ન કરવા લોકઅપમાં દબાણ કરાયું':કોંગ્રેસ કાર્યકરનો ઉમરાળા પોલીસ પર ગંભીર આક્ષેપ,તબિયત લથડતા સારવારમાં; જિલ્લા કોંગ્રેસ પ્રમુખની આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment