Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીર જવાન સોલંકી ઘનશ્યામભાઈ નીમજીભાઈ વતનમાં પરત ફરતા સન્માન કરાયું:બોટાદના નિવૃત્ત જવાનનું ભવ્ય સ્વાગત, માજી સૈનિકો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા

    1 week ago

    બોટાદના વીર જવાન સોલંકી ઘનશ્યામભાઈ નીમજીભાઈએ 17 વર્ષ ભારતીય સેનામાં સેવા આપી છે. દેશની રક્ષા માટે સેવા આપ્યા બાદ તેઓ નિવૃત્ત થયા અને વતનમાં પરત ફરતા તેમનું ભવ્ય સ્વાગત અને સન્માન સમારોહ યોજાયો. આ સમારોહ બોટાદના અળવ રોડ પર આવેલી સાંઈનાથ સોસાયટી ખાતે યોજાયો હતો. ઘનશ્યામભાઈ સોલંકીનું ઢોલ-નગારા અને દેશભક્તિના નારા સાથે સ્વાગત કરાયું. આ સન્માન માટે બોટાદના નાગરિકો અને માજી સૈનિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા. બોટાદ જિલ્લા માજી સૈનિક સંગઠનની ટીમે તેમને મોમેન્ટો/શિલ્ડ આપી સન્માનિત કર્યા. સંગઠનના હોદ્દેદારોએ નિવૃત્તિ જીવન માટે શુભકામનાઓ આપી. આ કાર્યક્રમમાં સોલંકી પરિવાર, સ્નેહીજનો અને બોટાદ શહેરના અગ્રણીઓ પણ હાજર હતા. સમગ્ર અળવ રોડ અને સાંઈનાથ સોસાયટીમાં દેશભક્તિનો માહોલ છવાયો હતો. લોકોએ ભારત માતાકી જયના નારા સાથે જવાનને વધાવ્યા.
    Click here to Read More
    Previous Article
    રાહી ફાઉન્ડેશને કન્યા ગૃહની બાળાઓ સાથે ગાંધી જયંતી ઉજવી:આંબાવાડીના કન્યા ગૃહમાં દીકરીઓને નવા ડ્રેસ અને ચણિયા ચોળી ભેટ અપાઈ
    Next Article
    વેરાવળના વેપારીઓએ UPI MDR ચાર્જ સામે કાળું કપડું આંદોલન કર્યું:'નો UPI ડે' મનાવી દુકાનોના સ્કેનર ઢાંક્યા, એક દિવસ ડિજિટલ પેમેન્ટથી દૂર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment