Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાહી ફાઉન્ડેશને કન્યા ગૃહની બાળાઓ સાથે ગાંધી જયંતી ઉજવી:આંબાવાડીના કન્યા ગૃહમાં દીકરીઓને નવા ડ્રેસ અને ચણિયા ચોળી ભેટ અપાઈ

    1 week ago

    રાહી ફાઉન્ડેશન દ્વારા શેઠ શ્રી જમનાદાસ ભગવાનદાસ કન્યા ગૃહ, આંબાવાડી ખાતે ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પ્રાર્થના, ભજન અને પૂજનનું આયોજન થયું હતું. કન્યા ગૃહની દીકરીઓને નવા લેડીસ ડ્રેસ અને નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને ચણિયા ચોળી ભેટમાં અપાયા. ગાંધીજીનું પુસ્તક પણ દરેકને ભેટ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રાહી ફાઉન્ડેશન તરફથી જયેશ પરીખ, નિહારિકા પરીખ, નમ્રતા શોધન, ભદ્રેશ પટેલ, બીના દેસાઈ, સીમા મકીમ અને જીત સોરઠીયા હાજર રહ્યા હતા. જયેશ પરીખ અને સ્મિતાબેન પંડ્યાએ ગાંધીજીના જીવન પર વક્તવ્ય આપ્યું. નમ્રતા શોધને ગાંધીજીના પ્રિય ગીતો રજૂ કર્યા. નિહારિકા પરીખ અને કન્યા ગૃહના સંચાલિકા હસુમતીબેને કાર્યક્રમનું સંકલન કર્યું. અંતમાં, દરેકને બિસ્કિટ પેકેટ આપી કાર્યક્રમ પૂરો કરાયો.
    Click here to Read More
    Previous Article
    પરિયા પ્રાથમિક શાળામાં ગાંધી જયંતિની ઉજવણી કરાઈ:બાળકોએ નાટક, કાગળ કામ જેવી પ્રવૃત્તિઓ કરી; દાતાએ બિસ્કિટ આપ્યા
    Next Article
    વીર જવાન સોલંકી ઘનશ્યામભાઈ નીમજીભાઈ વતનમાં પરત ફરતા સન્માન કરાયું:બોટાદના નિવૃત્ત જવાનનું ભવ્ય સ્વાગત, માજી સૈનિકો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment