Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળના વેપારીઓએ UPI MDR ચાર્જ સામે કાળું કપડું આંદોલન કર્યું:'નો UPI ડે' મનાવી દુકાનોના સ્કેનર ઢાંક્યા, એક દિવસ ડિજિટલ પેમેન્ટથી દૂર રહ્યા

    1 week ago

    વેરાવળના વેપારીઓએ UPI વ્યવહારો પર પ્રસ્તાવિત MDR ચાર્જના વિરોધમાં અનોખી રીતે વિરોધ કર્યો. વેરાવળ વેપારી એસોસિએશન હેઠળ 'નો UPI ડે' મનાવી, વેપારીઓએ પોતાની દુકાનોના UPI સ્કેનર પર કાળું કપડું બાંધ્યું. શહેરના બજારોમાં અનેક દુકાનો પર UPI સ્કેનર કાળા કપડાથી ઢંકાયેલા જોવા મળ્યા. વેપારીઓએ એક દિવસ માટે UPI પેમેન્ટ સ્વીકારવાનું ટાળી રોકડ વ્યવહારને પ્રાધાન્ય આપ્યું. વેપારીઓના મતે, UPI વ્યવહારો રોજિંદા વેપારનો મહત્વનો ભાગ બની ગયા છે. ગ્રાહકો પણ ડિજિટલ પેમેન્ટ પસંદ કરે છે. આવા સંજોગોમાં MDR ચાર્જ લાગુ કરવાની દરખાસ્તથી વેપારીઓમાં અસંતોષ છે. નાના વેપારીઓ માટે દરેક ડિજિટલ વ્યવહાર પર વધારાનો ખર્ચ નફાના માર્જિનને અસર કરી શકે છે. આ ચાર્જ નાના ધંધાર્થીઓ માટે વધારાનો આર્થિક બોજ બની શકે છે. વેપારીઓએ સ્પષ્ટ કર્યું કે આ વિરોધ ડિજિટલ પેમેન્ટ સામે નહીં, પરંતુ MDR ચાર્જ સામે છે. તેમણે સરકારને વેપારીઓના હિતો ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા માંગ કરી.
    Click here to Read More
    Previous Article
    વીર જવાન સોલંકી ઘનશ્યામભાઈ નીમજીભાઈ વતનમાં પરત ફરતા સન્માન કરાયું:બોટાદના નિવૃત્ત જવાનનું ભવ્ય સ્વાગત, માજી સૈનિકો અને નાગરિકો મોટી સંખ્યામાં હાજર રહ્યા
    Next Article
    Ex- Home Minister Sushilkumar Shinde, 85, Attends Screening With Grandsons

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment