Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોધરા જેલમાં કેદીઓને અહિંસા, સત્યની પ્રતિજ્ઞા લેવડાવાઈ:મહાત્મા ગાંધીના જીવન અને વિચારધારા પર માર્ગદર્શન અપાયું, ફરી ગુનો ન કરવાની સમજણ આપી

    1 week ago

    ગાંધી જયંતી નિમિત્તે 2 ઓક્ટોબરે ગોધરા સબ જેલ ખાતે ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બંદીવાનોને અહિંસા, સત્ય અને સ્વચ્છતા જાળવવાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી. જેલોના વડા ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ અને વડોદરા ઝોનના નાયબ પોલીસ મહાનિરીક્ષક સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજાયો. ગોધરા સબ જેલના અધિક્ષક આર.બી. મકવાણાની સૂચના અનુસાર વકીલ રમજાની જુજારા, જેલ સ્ટાફ અને બંદીવાનો હાજર રહ્યા. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીના જીવન અને તેમની વિચારધારા અંગે બંદીવાનોને માર્ગદર્શન અપાયું. તેમને ફરીથી ગુનો ન કરવા અંગે પણ સમજણ આપવામાં આવી. એક કાચા આરોપીએ ગાંધીજીના જીવન પર એકપાત્રીય અભિનય રજૂ કર્યો. કાર્યક્રમના અંતે જેલ પ્રશાસન દ્વારા પ્રસાદીનું વિતરણ કરી સમાપન કરાયું.
    Click here to Read More
    Previous Article
    કદવાલ ગ્રામ સભામાં સબ સેન્ટર અને આંગણવાડીની માંગ:ગાંધી જયંતિએ યોજાયેલી સભામાં શહીદ રૂપસિંહ નાયકના સ્ટેચ્યુની પણ માંગ કરાઈ
    Next Article
    કાળાજાદુ માટે ઘુવડ રાખવાના કેસમાં FIR રદ:નીલગાયનું માંસ રાખવાના કેસમાં બે શખસને ₹25,000ના પર્સનલ બોન્ડ પર શરતી જામીન મળ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment