Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાળાજાદુ માટે ઘુવડ રાખવાના કેસમાં FIR રદ:નીલગાયનું માંસ રાખવાના કેસમાં બે શખસને ₹25,000ના પર્સનલ બોન્ડ પર શરતી જામીન મળ્યાં

    1 week ago

    ગુજરાત હાઇકોર્ટે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ (Wild Life Protection Act) હેઠળ નોંધાયેલા બે અલગ-અલગ કેસોમાં મહત્વપૂર્ણ ચુકાદા આપ્યા છે. કાળા જાદુ માટે ઘુવડ રાખવાના કેસમાં કોર્ટે યોગ્ય પ્રક્રિયાના અભાવે અરજદાર સામેની કાર્યવાહી રદ્દ કરી છે. જ્યારે અન્ય એક કેસમાં સંરક્ષિત પ્રાણી નીલગાયનું માંસ રાખવાના આરોપી બે યુવકોને વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકારને ધ્યાને રાખીને શરતી જામીન મંજૂર કર્યા છે. ઘુવડ કેસ: FIR આધારિત કાર્યવાહી ગેરકાયદે ગણાવાઈ સાબરકાંઠાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં કાળા જાદુ માટે ઘુવડનો વેપાર કરવાના આક્ષેપ સાથે નોંધાયેલા કેસમાં અરજદાર નિમિતકુમાર પટેલે કાર્યવાહી રદ્દ કરવા અરજી કરી હતી. અરજદાર પાસે માત્ર મોબાઈલમાં ઘુવડનો ફોટો હતો. અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે વાઇલ્ડ લાઇફ એક્ટની કલમ 55 મુજબ, કોર્ટ માત્ર અધિકૃત અધિકારીની ખાનગી ફરિયાદના આધારે જ ગુનાની નોંધ લઈ શકે, પોલીસ FIR કે ચાર્જશીટના આધારે નહીં. હાઇકોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી અરજદાર સામેનો કેસ રદ્દ કર્યો હતો, જોકે સક્ષમ અધિકારીને નિયમાનુસાર નવી ફરિયાદ નોંધાવવાની છૂટ આપી છે. નીલગાય માંસ કેસ: બે આરોપીના શરતી જામીન મંજૂર બીજા કેસમાં ગોંડલ પોલીસ સ્ટેશનમાં નીલગાયનું માંસ રાખવાના આરોપસર જેલધકેલાયેલા આરોપી આસિફ કુરેશી અને પરવેઝ કુરેશીને હાઇકોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે નોંધ્યું હતું કે આરોપીઓ 23 ઓગસ્ટ, 2026 થી જેલમાં છે, તપાસનો મોટો ભાગ પૂર્ણ થઈ ગયો છે અને તેમનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી. બંધારણની કલમ 21 હેઠળ વ્યક્તિગત સ્વતંત્રતાના અધિકાર તેમજ સમાન કેસ ધરાવતા સહ-આરોપીઓને સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા હોવાથી સમાનતાના ધોરણે બંનેને ₹25,000 ના પર્સનલ બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    ગોધરા જેલમાં કેદીઓને અહિંસા, સત્યની પ્રતિજ્ઞા લેવડાવાઈ:મહાત્મા ગાંધીના જીવન અને વિચારધારા પર માર્ગદર્શન અપાયું, ફરી ગુનો ન કરવાની સમજણ આપી
    Next Article
    પુતિને NATO દેશોને પરમાણુ હુમલાની ધમકી આપી:કહ્યું- કલિનિનગ્રાડ પર હુમલો કર્યો તો બધા હથિયારો તૈયાર; અહીં 80 વર્ષથી રશિયન કબજો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment