Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીમાં શખ્સે પ્રૌઢ પર પંચ વડે હુમલો કરી માર માર્યો:ખેતરમાંથી ટ્રેક્ટર પસાર કરવા બાબતે મારામારી, ઈજાગ્રસ્ત પ્રોઢને હોસ્પિટલમાં ખસેડાયા, ફરિયાદ નોંધાઈ

    10 hours ago

    કડીના ધરમપુર ગામે નજીવી બાબતે 56 વર્ષીય અરવિંદ મગન પટેલ નામના વ્યક્તિને ગામના એક શખ્સે માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે અંગેની ફરિયાદ બાવલુ પોલીસ મથકે નોંધાઈ છે. ખેતરમાંથી કેમ નીકળ્યા કહી શખ્સ ઉશ્કેરાયો ગત 1 ઓક્ટોબર 2026ના રોજ સાંજના આશરે પાંચેક વાગ્યાના સુમારે અરવિંદ પટેલ પોતાનું ટ્રેક્ટર લઈને ખાવડ ગામની સીમમાં તેમના મોટા બાપા ઘનશ્યામ પટેલના ખેતરમાં ખેડ કરવા માટે ગયા હતા. આ સમયે તેઓ બાજુમાં જ પંચાલ તરુણ રસિક નામના શખ્સની જમીનમાંથી પસાર થયા હતા. અરવિંદ જ્યારે ખેતરમાં ખેડ કરી રહ્યા હતા, ત્યારે તરુણ પંચાલ ત્યાં આવી પહોંચ્યો હતો અને પોતાના ખેતરમાંથી કેમ નીકળ્યા તેમ કહી અચાનક ઉશ્કેરાઈ ગયો હતો. અરવિંદભાઈએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો કે તમે પણ અમારા ખેતરમાંથી પસાર થાઓ છો, પરંતુ આરોપી અપશબ્દો બોલવા લાગ્યો હતો. આંખના ભાગે હુમલો કરતા પ્રોઢ જમીન પર ઢળી પડ્યા અરવિંદભાઈ ટ્રેક્ટર પરથી નીચે ઉતરીને અપશબ્દો બોલવાની ના પાડવા જતાં જ આરોપી તરુણ પંચાલ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે પોતાના હાથમાં રહેલી પંચ જેવી કોઈ વસ્તુ વડે અરવિંદની ડાબી આંખના ભાગે પ્રહાર કરી દીધો હતો. આ હુમલાને કારણે અરવિંદની ડાબી આંખના ડોકા પરથી લોહી નીકળવા લાગ્યું હતું અને તેઓ જમીન પર ઢળી પડ્યા હતા. ત્યારબાદ પણ આરોપીએ તેમને ઢોર માર માર્યો હતો અને હવે પછી સામે બોલશે તો જાનથી મારી નાખવાની ધમકી આપીને ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી આ ઘટના બાદ ઈજાગ્રસ્ત અરવિંદે તરત જ પોતાના પત્નીને ફોન કરીને જાણ કરી હતી. જેથી તેમની પત્ની અને પાડોશી પોતાની વેગનઆર ગાડી લઈને ખેતરે પહોંચ્યા હતા. તેઓ ઈજાગ્રસ્ત અરવિંદભાઈને તાત્કાલિક સારવાર અર્થે કડીની ભાગ્યોદય હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે તેમની ડાબી આંખના ભાગે ટાંકા લઈ વધુ સારવાર માટે સ્પેશિયલ રૂમમાં દાખલ કર્યા હતા. હોસ્પિટલમાંથી વર્ધી મળતા જ બાવલુ પોલીસે અરવિંદભાઈનું નિવેદન નોંધીને પંચાલ તરુણ રસિક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં 1.92 લાખનો વિદેશી દારૂ ઝડપાયો:જોરાવરનગર પોલીસ સ્ટેશન નજીકથી ડિવિઝન પોલીસે એક આરોપીને પકડ્યો
    Next Article
    બોટાદના સેથળી ગામે કલેક્ટરની હાજરીમાં ગ્રામસભા યોજાઈ:ગાંધીજીના સ્વચ્છતા વિચારો યાદ કરાયા, સરકારી યોજનાઓ અને વિકાસ કામો પર ચર્ચા થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment