Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના નાગલપરમાં 1.92 કરોડના ખર્ચે શાળાનું લોકાર્પણ:શાળા પ્રવેશોત્સવ યોજાયો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

    1 day ago

    બોટાદ તાલુકાના નાગલપર ગામે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 1.92 કરોડના ખર્ચે નિર્મિત સરકારી માધ્યમિક શાળાના નવા શૈક્ષણિક મકાનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ પણ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પ્રભારી સચિવ બી.એ. શાહ, જિલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન માથોળીયા, ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, વનરાજસિંહ ડાભી, વિજયભાઈ ધલવાણીયા અને ઘનશ્યામભાઈ વિરાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શાળા પ્રવેશોત્સવ દરમિયાન બાળવાટિકાના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત, ધોરણ-9માં 82 વિદ્યાર્થીઓ અને ધોરણ-11માં 9 વિદ્યાર્થીઓને નવા પ્રવેશ અપાયા હતા. મહાનુભાવોએ શિક્ષણના મહત્વ, કન્યા કેળવણી અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યસનમુક્તિ, પર્યાવરણ સંરક્ષણ અને બેટી બચાવો-બેટી ભણાવો જેવા વિષયો પર રજૂઆતો કરવામાં આવી હતી. આ પ્રસંગે જૂડો-કરાટેનું જીવંત નિદર્શન અને રોડ સેફ્ટી શપથવિધિ પણ યોજાઈ હતી. નવનિર્મિત શાળામાં સ્માર્ટ વર્ગખંડો, કમ્પ્યુટર લેબ, વિજ્ઞાન પ્રયોગશાળા, લાઇબ્રેરી અને પ્રાર્થના હોલ સહિતની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કાર્યક્રમના અંતે "એક પેડ માં કે નામ 3.0" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    શામળાજી પોલીસે ગુમ થયેલો મોબાઈલ શોધી કાઢ્યો:CEIR પોર્ટલની મદદથી અરજદારને પરત સોંપ્યો
    Next Article
    ભાડાના મકાનમાં ચાલતું ઓનલાઈન ગેમિંગનું કૌભાંડ ઝડપાયું:આરોપીઓ ગેમિંગના નાણાં મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા,ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હોવાની આશંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment