Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ પોલીસે CEIR પોર્ટલથી ચોરીનો ભેદ ઉકેલ્યો:બે મોબાઇલ ચોરી કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

    एक दिन पहले

    ભરૂચ શહેરના પાંચબત્તી બુદ્ધદેવ માર્કેટ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે. પોલીસે CEIR પોર્ટલની મદદથી ચોરી થયેલા બે મોબાઇલ ફોન સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીએ ચોરીના ફોનમાં પોતાના નામનું સિમકાર્ડ નાખતા તેની ઓળખ થઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, 20 ઓગસ્ટના રોજ બપોરના સમયે પાંચબત્તી બુદ્ધદેવ માર્કેટ નજીક આવેલા એક મકાનમાંથી અજાણ્યા શખ્સે વીવો કંપનીના બે એન્ડ્રોઇડ મોબાઇલ ચોરી કર્યા હતા. આ ઘટના અંગે ભરૂચ શહેર “એ” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, પોલીસ ઇન્સ્પેક્ટર આર.એમ. વસાવાએ સર્વેલન્સ ટીમને તપાસ માટે સૂચના આપી હતી. પોલીસે ચોરી થયેલા બંને મોબાઇલના IMEI નંબર CEIR પોર્ટલ પર અપલોડ કર્યા હતા. આરોપીએ ચોરીના એક મોબાઇલમાં પોતાના નામનું સિમકાર્ડ નાખતા, CEIR પોર્ટલ દ્વારા તેની ઓળખ અને સરનામું પોલીસને મળ્યું હતું. આ માહિતીના આધારે પોલીસે અજય કિશોરભાઈ દેવીપૂજક નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી વીવો V20SE અને વીવો Y29 મોડેલના કુલ 15,000 રૂપિયાની કિંમતના બે મોબાઇલ ફોન કબજે કરવામાં આવ્યા હતા. આ સાથે પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો ઉકેલી કાઢ્યો છે.
    Click here to Read More
    Previous Article
    80 હજાર ચોરસ ફૂટના 'ગુજરાત ગૌરવ સરોવર'નો ડ્રોન નજારો:23 કરોડ લિટર પાણીનો સંગ્રહ, રૂ. 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર; અમિત શાહ 27મીએ લોકાર્પણ કરશે
    Next Article
    Rs 716 Crore Bypass To Decongest Dehradun, Ease Travel From Delhi-NCR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment