Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    80 હજાર ચોરસ ફૂટના 'ગુજરાત ગૌરવ સરોવર'નો ડ્રોન નજારો:23 કરોડ લિટર પાણીનો સંગ્રહ, રૂ. 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર; અમિત શાહ 27મીએ લોકાર્પણ કરશે

    1 day ago

    અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 4 કરોડ રૂપિયાથી વધુના અંદાજિત ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિશાળ "ગુજરાત ગૌરવ સરોવર"નું આગામી 27 તારીખે સવારે 10 વાગ્યે ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. એ પહેલાં દિવ્ય ભાસ્કર પર જુઓ સરોવરનો ડ્રોન નજારો… અંદાજે 23થી 24 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા સામાન્ય રીતે મોટાભાગના જળસંગ્રહ અને સરોવરોના કામો રાજ્ય સરકારના સહયોગથી થતા હોય છે, પરંતુ આ ગુજરાત ગૌરવ સરોવર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા સંપૂર્ણપણે સ્વખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે. 80 હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા આ વિશાળ સરોવરમાં અંદાજે 23થી 24 કરોડ લિટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા છે, જે હાલમાં પડેલા વરસાદના કારણે પાણીથી છલોછલ ભરાઈ ગયું છે. જાણો ખારાપાટ વિસ્તારમાં ખેડૂતો કેવી રીતે સમૃદ્ધ થયા? વર્ષ 2017 પહેલાં ગાગડિયા નદી આસપાસનો આ સમગ્ર વિસ્તાર અત્યંત ખારાપાટ તરીકે ઓળખાતો હતો અને પાણીના અભાવે ખેતીવાડી સુકાઈ ગઈ હતી. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્ય સરકારના સહયોગથી જળસંચયનું મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું, જેના અંતર્ગત ગાગડિયા નદીના 57 કિલોમીટરના વિસ્તારમાં 40 જેટલા ચેકડેમ અને સરોવરો ઊભા કરાયા છે. આ જળક્રાંતિના પરિણામે 70થી વધુ ગામડાંના ખેડૂતોને સીધો લાભ થયો છે. ભૂગર્ભ જળસ્તર ઊંચા આવવાથી વિસ્તારની ખેતી મજબૂત બની છે અને ખેડૂતોની જમીનના ભાવ પણ વધ્યા છે. સ્થાનિક ખેડૂત ઘનશ્યામ ખૂંટના જણાવ્યા અનુસાર, સરોવરોના નિર્માણ બાદ અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું છે. સમગ્ર વિસ્તારના ખેડૂતો આર્થિક રીતે સુખી થયા છે. ‘ગૃહમંત્રીએ તેમની માટે એક સરોવર બાકી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી’ : સવજી ધોળકિયા સવજી ધોળકિયાએ આ ક્ષણને દૂધાળા અને સમગ્ર અમરેલી માટે ગૌરવરૂપ ગણાવતા જણાવ્યું હતું કે, ગૃહમંત્રી પોતે આ જળ સંરક્ષણ કાર્યને પ્રોત્સાહિત કરવા આવી રહ્યા છે. તેમણે ભૂતકાળનો પ્રસંગ વાગોળતાં કહ્યું હતું કે, ગૃહમંત્રીએ પૂર્વમાં તેમની માટે પણ એક સરોવર બાકી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તે મુજબ જ વડાપ્રધાન દ્વારા લોકાર્પણ કરાયેલા 'ભારત માતા સરોવર'ની બિલકુલ બાજુમાં આ નવું સરોવર તૈયાર કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ હવે તેમના હસ્તે થશે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 198 સરોવર પૂર્ણ દૂધાળાથી શરૂ થયેલું આ જળ અભિયાન હવે સમગ્ર ગુજરાતમાં વિસ્તાર પામ્યું છે. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલા 208 સરોવરના કામ પૈકી 198 સરોવર પૂર્ણ થઈ ચૂક્યા છે. અમરેલી ઉપરાંત કચ્છ, મહીસાગર, સિદ્ધપુર અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં પણ જળસ્રોત ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે. વડાપ્રધાન દ્વારા પૂર્વમાં લોકાર્પણ કરાયેલા 'ભારત માતા સરોવર'ની બિલકુલ નજીક નિર્માણ પામેલા આ સરોવરના ઉદ્ઘાટન પ્રસંગને યાદગાર બનાવવા માટે પદ્મશ્રી સવજી ધોળકિયા, નિતિશ સાવલિયા, બ્રિજેશ ધોળકિયા અને મનોજ જોષી સહિત ફાઉન્ડેશનની સમગ્ર ટીમ દ્વારા દૂધાળા ખાતે દિવસ-રાત તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. ગૃહમંત્રી અમિત શાહના આગમનને લઈને દૂધાળા અને સમગ્ર અમરેલી જિલ્લાના ગ્રામજનો તથા ખેડૂતોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં દોડધામ, કચરાના ઢગલા સામે વેપારીઓમાં રોષ:વારંવાર આગની ઘટના છતાં કાયમી ઉકેલ નહીં; મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?
    Next Article
    ભરૂચ પોલીસે CEIR પોર્ટલથી ચોરીનો ભેદ ઉકેલ્યો:બે મોબાઇલ ચોરી કરનાર આરોપી ગણતરીના કલાકોમાં ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment