Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રાન્સફોર્મરમાં આગ લાગતાં દોડધામ, કચરાના ઢગલા સામે વેપારીઓમાં રોષ:વારંવાર આગની ઘટના છતાં કાયમી ઉકેલ નહીં; મોટી દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ?

    1 day ago

    વેરાવળ શહેરના ગાંધી ચોક વઘારીયા બજારના કોર્નર પાસે આવેલા PGVCLના સબ સ્ટેશનમાં અચાનક આગ લાગતાં ભારે દોડધામ મચી હતી. આગની જાણ સ્થાનિક વેપારીઓ દ્વારા PGVCL તેમજ ફાયર વિભાગને કરવામાં આવતાં વેરાવળ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સબ સ્ટેશનની આસપાસ અત્યંત ગીચ રહેણાંક વિસ્તાર તેમજ વઘારીયા બજાર આવેલી છે. જેના કારણે દિવસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં લોકો અને વેપારીઓની અવરજવર રહે છે. આવી સ્થિતિમાં સબ સ્ટેશનમાં આગ લાગવાની ઘટના ગંભીર ચિંતાનો વિષય બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સ્થળે અગાઉ પણ અનેક વખત આગ લાગવાની ઘટનાઓ બની ચૂકી છે. પ્રાથમિક અનુમાન મુજબ સબ સ્ટેશનની આસપાસ એકઠો થતો કચરો આગનું કારણ બની શકે છે. કચરો એકઠો થતો હોવાના કારણે નાની આગની ઘટનાઓ વારંવાર બનતી હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. સ્થાનિક યુવા અગ્રણી અશ્વિન સુયાણીએ આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં પાલિકા તંત્ર દ્વારા ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની યોગ્ય સુવિધા ઉપલબ્ધ નથી. જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓ અહીં કચરો નાખે છે. પાલિકા તંત્ર દ્વારા કચરાના નિકાલ માટે યોગ્ય અને નિયમિત વ્યવસ્થા ઉભી કરવી જરૂરી છે. વઘારીયા બજારના કાપડ વેપારી પ્રદીપ ગોપલાણીએ જણાવ્યું હતું કે, આ સ્થળે અગાઉ પણ ચારથી પાંચ વખત આગ લાગવાની ઘટના બની છે. વેપારીઓ દ્વારા વારંવાર PGVCL અને પાલિકા તંત્રને જાણ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી. વેપારીઓનું કહેવું છે કે હાલની ઘટનાઓ નાની છે, પરંતુ જો સબ સ્ટેશનમાં આગ વધુ પ્રસરે અથવા આસપાસના રહેણાંક અને વેપારી વિસ્તારમાં આગ ફેલાય તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. આવી પરિસ્થિતિમાં જવાબદારી કોની રહેશે તેવો સવાલ પણ વેપારીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. સ્થાનિકોની માંગ છે કે પાલિકા તંત્ર દ્વારા સબ સ્ટેશન આસપાસના કચરાનો તાત્કાલિક નિકાલ કરવામાં આવે, નિયમિત સફાઈની વ્યવસ્થા કરવામાં આવે તેમજ PGVCL દ્વારા સબ સ્ટેશનની સલામતીની જરૂરી તપાસ કરવામાં આવે. વારંવાર બનતી આગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને બંને તંત્ર સંકલન કરી કાયમી ઉકેલ લાવે તેવી વેપારીઓની માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં 41મા રાષ્ટ્રીય ચક્ષુદાન પખવાડિયાનો પ્રારંભ:આરોગ્ય મંત્રીએ અસારવા આંખની હોસ્પિટલથી શુભારંભ કરાવ્યો; રાજ્યમાં વર્ષે અંદાજે 6,000 આંખોનું દાન
    Next Article
    80 હજાર ચોરસ ફૂટના 'ગુજરાત ગૌરવ સરોવર'નો ડ્રોન નજારો:23 કરોડ લિટર પાણીનો સંગ્રહ, રૂ. 4 કરોડથી વધુના ખર્ચે તૈયાર; અમિત શાહ 27મીએ લોકાર્પણ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment