Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાડાના મકાનમાં ચાલતું ઓનલાઈન ગેમિંગનું કૌભાંડ ઝડપાયું:આરોપીઓ ગેમિંગના નાણાં મ્યુલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા,ચાઇનીઝ ગેંગ સાથે કામ કરતા હોવાની આશંકા

    1 day ago

    પ્રતિબંધિત ઓનલાઇન ગેમિંગના નાણાંને મ્યૂલ એકાઉન્ટમાં જમા કરાવીને મોટાપ્રમાણમાં નાણાંની હેરફેર કરતા રાજસ્થાનના 5 યુવકોની નારણપુરા પોલીસે ધરપકડ કરી છે.આરોપીઓની ધરપકડ બાદ આ કૌભાંડ દેશ વ્યાપી હોવાની શંકા સેવાઇ રહી છે. પોલીસે આરોપીઓ પાસેથી વિવિધ બેંકના 40થી વધુ ડેબીટ કાર્ડ, પાસબુક, ચેકબુક, 17 ફોન 30 સીમકાર્ડ જપ્ત કરવામાં આવ્યા છે. આદર્શનગરના ભાડાના મકાનમાં બેસી કૌભાંડ ચલાવતા નારણપુરા પોલીસને બાતમી મળી હતી કે, આદર્શનગરના એક મકાનમાં કેટલાંક રાજસ્થાનના લોકો ભાડેથી રહે છે અને ગેરકાયદે પ્રવૃતિ કરે છે. જેથી પોલીસે રેડ કરતા અહીં ઓનલાઇન ગેમીંગના નાણાંને મ્યૂલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાનું કૌભાંડ મળી આવ્યુ હતું.પોલીસે રેડ દરમિયાન રાજસ્થાનના વિશાલ બાલોટિયા, સચીન બોકોલીયા, સોનુ બડાલીયા, મુન્નારામ નવલ, છોટુરામ નવલ નામના પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.આ તમામ આરોપીઓ અહીં ગેરેજમાં કે અન્ય જગ્યાએ મજુરી કામ કરવાની સાથે રેડ્ડી અન્ના નામની પ્રતિબંધિત એપ્લીકેશનમા ક્રિકેટ, ફુટબોલ જેવી ગેમ ઓનલાઇન રમાડવા માટે આઇડી બનાવી આપી નાણાં મેળવતા હતા. કૌભાંડના નાણાં વિવિધ મ્યૂલ એકાઉન્ટમાં જમા કરાવતા હતા આ આઇડી ધારકો પાસેથી મેળવવામાં આવતા નાણાં વિવિધ મ્યૂલ એકાઉન્ટમાં જમા કરાવતા હતા. પોલીસને આ મકાનમાંથી વિવિધ બેંકોના 40 જેટલા એટીએમ કાર્ડ, ચેકબુક, પાસબુક, 17 ફોન અને 30 જેટલા સીમકાર્ડ મળી આવ્યા છે. પોલીસને મળી આવેલા બેંક એકાઉન્ટની વિગતો તપાસતા આ બેંક એકાઉન્ટ વિરૂધ્ધ ગુજરાત, બિહાર, ઉત્તર પ્રદેશ અને આંધ્રપ્રદેશમાં છેતરપિંડીના કેસ નોંધાયા છે. જે એકાઉન્ટોમાં સાયબર ફ્રોડના નાણાં ટ્રાન્સફર થયા હતા. ઝડપાયેલા આરોપીઓ વિદેશમાં સક્રિય ચાઇનીઝ સહિતની અન્ય ગેંગ માટે કામ કરતા એજન્ટ સાથે સંકળાયેલા હોવાની શંકાના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    બોટાદના નાગલપરમાં 1.92 કરોડના ખર્ચે શાળાનું લોકાર્પણ:શાળા પ્રવેશોત્સવ યોજાયો, મહાનુભાવો ઉપસ્થિત રહ્યા
    Next Article
    પાટણ ભાજપ એસ.સી મોરચાના પ્રમુખ તરીકે નરેશ પરમારની વરણી:સામાજિક ન્યાય સમિતિના ચેરમેન તરીકે બે ટર્મ સેવા આપી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment