Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદના સેથળી ગામે કલેક્ટરની હાજરીમાં ગ્રામસભા યોજાઈ:ગાંધીજીના સ્વચ્છતા વિચારો યાદ કરાયા, સરકારી યોજનાઓ અને વિકાસ કામો પર ચર્ચા થઈ

    10 hours ago

    રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે બોટાદ તાલુકાના સેથળી ગામે કલેક્ટર હર્ષદ વોરાની અધ્યક્ષતામાં ગ્રામસભા યોજાઈ હતી. ગ્રામસભા દરમિયાન ગાંધીજીના સ્વચ્છતા અંગેના વિચારો યાદ કરાયા હતા. ગામમાં સ્વચ્છતા જાળવવા અને લોકભાગીદારીથી તેને વધુ વેગ આપવા પર ચર્ચા થઈ હતી. આ ઉપરાંત, રીફોર્મ ઉત્સવ, મનરેગા, PM-JAY કાર્ડની બાકી કામગીરી, નાણાપંચ હેઠળના વિકાસ કામો અને અન્ય સરકારી યોજનાઓના બાકી કામો જલદી પૂરા કરવા પર પણ ચર્ચા થઈ હતી. ગામના ચોતરફી વિકાસ માટે જરૂરી કામોને પહેલા પૂરા કરવા અને ગામમાં ૧૦૦ ટકા વેરા વસૂલાત થાય તે માટે ગ્રામજનોને સહકાર આપવા પર પણ ચર્ચા થઈ હતી. ગ્રામજનો દ્વારા મૂકેલા પ્રશ્નો અને સૂચનો પર સંબંધિત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન અપાયું હતું. આ ગ્રામસભામાં સરપંચ જયેશભાઈ પ્રભુભાઈ લાણીયા, ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, ગ્રામ પંચાયતના સદસ્યો, તાલુકા કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ, આંગણવાડી કાર્યકર બહેનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    કડીમાં શખ્સે પ્રૌઢ પર પંચ વડે હુમલો કરી માર માર્યો:ખેતરમાંથી ટ્રેક્ટર પસાર કરવા બાબતે મારામારી, ઈજાગ્રસ્ત પ્રોઢને હોસ્પિટલમાં ખસેડાયા, ફરિયાદ નોંધાઈ
    Next Article
    'Fake News': Saudi On 'Suicide Bomber' Video From Mecca Mosque

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment