Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાટણમાં દિવ્યાંગજનોને સહાયક સાધનો અને પેન્શન હુકમો અપાયા:સરકારી યોજનાઓની માહિતી સાથે ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ બસપાસ પણ અપાયા

    16 hours ago

    પાટણ જિલ્લામાં ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ દિવ્યાંગજનોના સશક્તિકરણ માટે વ્હીલચેર, હિયરિંગ એઇડ જેવા સાધનો, બસપાસ અને પેન્શન હુકમોનું વિતરણ કરાયું. આ કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, સમાજ સુરક્ષા નિયામક અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયો હતો. જેમાં જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિક પટેલ, જુવેનાઇલ જસ્ટિસ બોર્ડના સભ્ય પિનલ પટેલ સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં દિવ્યાંગજનોની રોજિંદી જરૂરિયાતો ધ્યાનમાં રાખીને વ્હીલચેર, હિયરિંગ એઇડ, ટ્રાયસિકલ અને ટી.એલ.એમ. કીટનું વિતરણ કરાયું. 40 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને મફત મુસાફરી માટે બસપાસ પણ અપાયા. સરકારી યોજનાઓ હેઠળ 60 ટકા કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓને પેન્શન મંજૂરી હુકમો અને ટ્રાયસિકલ ખરીદી સહાયના મંજૂરી પત્રો અપાયા. હાજર દિવ્યાંગજનોને સરકારી યોજનાઓ અને તેમના અધિકારો વિશે માહિતી પણ આપવામાં આવી.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં ગાંધી જયંતીએ બાપુની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ:મહાનુભાવોએ ખાદી ખરીદી 'વોકલ ફોર લોકલ'નો સંદેશ આપ્યો, સ્વચ્છતા અભિયાન પણ થયું
    Next Article
    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે બાપુને શ્રદ્ધાંજલિ આપી, દર્દીઓને ફળ વહેંચ્યા:ગાંધી હોસ્પિટલ ખાતે ગાંધીજીની પ્રતિમાને ખાદીની આંટી પહેરાવી, 'વૈષ્ણવ જન' ભજન ગવાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment