Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં ગાંધી જયંતીએ બાપુની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ:મહાનુભાવોએ ખાદી ખરીદી 'વોકલ ફોર લોકલ'નો સંદેશ આપ્યો, સ્વચ્છતા અભિયાન પણ થયું

    15 hours ago

    સુરેન્દ્રનગરમાં મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાની હાજરીમાં મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે બાપુની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરાઈ. બાપુના સ્વચ્છતા આદર્શોને અનુસરી હોસ્પિટલ પરિસરમાં સામુહિક સ્વચ્છતા અભિયાન થયું. જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓએ શ્રમદાનથી સફાઈ કરી, નાગરિકોને સ્વચ્છતા જાળવવા પ્રેરણા આપી. સ્વદેશી ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા મહાનુભાવોએ ખાદી ભંડારની મુલાકાત લીધી. તેમણે ખાદી વસ્ત્રો અને અન્ય સામગ્રી ખરીદી 'વોકલ ફોર લોકલ' સંદેશને બળ આપ્યું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, મેયર રાકેશભાઈ રાઠોડ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ, કારોબારી ચેરમેન નિખિલભાઈ ચાંપાનેરી, દેવાંગભાઈ રાવલ, વિપુલભાઈ ચૌહાણ, જયભાઈ શાહ સહિતના પદાધિકારીઓ અને સુધરાઈ સભ્યો હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    મહીસાગરમાં 12 દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડ્યુટી ચોરી પકડાઈ:મિલકતની ખોટી વિગતો દર્શાવી ₹29.74 લાખથી વધુની ચોરી સામે આવી, નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાનો સપાટો
    Next Article
    પાટણમાં દિવ્યાંગજનોને સહાયક સાધનો અને પેન્શન હુકમો અપાયા:સરકારી યોજનાઓની માહિતી સાથે ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ બસપાસ પણ અપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment