Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે બાપુને શ્રદ્ધાંજલિ આપી, દર્દીઓને ફળ વહેંચ્યા:ગાંધી હોસ્પિટલ ખાતે ગાંધીજીની પ્રતિમાને ખાદીની આંટી પહેરાવી, 'વૈષ્ણવ જન' ભજન ગવાયું

    17 hours ago

    આજે મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી હોસ્પિટલ ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરાઈ. 2 ઓક્ટોબરનો આ દિવસ ગાંધીજીના સત્ય અને અહિંસાના વિચારોને યાદ કરવાનો પ્રસંગ છે. આ પ્રસંગે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને ખાદીની આંટી પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી. ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ભજન પણ ગવાયું. ગાંધી જયંતિને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડતા, કોંગ્રેસના આગેવાનોએ ગાંધી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને ફળ વહેંચ્યા. તેમણે દર્દીઓના સ્વાસ્થ્ય અંગે પણ પૂછપરછ કરી. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદભાઈ સોલંકી, પૂર્વ આરોગ્ય ચેરમેન કાંતિભાઈ ટમાલીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રભાઈ પરમાર સહિત 100થી વધુ કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા. આ દિવસે માનવસેવાનો સંદેશ અપાયો.
    Click here to Read More
    Previous Article
    પાટણમાં દિવ્યાંગજનોને સહાયક સાધનો અને પેન્શન હુકમો અપાયા:સરકારી યોજનાઓની માહિતી સાથે ‘સેવા મેરા યોગદાન’ કાર્યક્રમ હેઠળ બસપાસ પણ અપાયા
    Next Article
    He Watched Mayday For Years, Then Faced A Real flydubai Emergency

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment