Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ભાજપે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરાયા

    9 hours ago

    ગાંધી જયંતિ નિમિત્તે સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ભારતીય જનતા પાર્ટીએ સ્વચ્છતા અભિયાન ચલાવ્યું. આ પ્રસંગે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી. કાર્યક્રમમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી અને સુરેન્દ્રનગરના મેયર રાકેશભાઈ રાઠોડ હાજર રહ્યા. તેમની સાથે ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. સૌએ ગાંધીજીના સત્ય, અહિંસા અને સ્વચ્છતાના વિચારોને યાદ કર્યા. ગાંધીજીની પ્રતિમાને વંદન કર્યા પછી, આગેવાનો અને કાર્યકર્તાઓએ હોસ્પિટલ પરિસરમાં સફાઈ અભિયાન શરૂ કર્યું. તેમણે માત્ર સંદેશ આપવાને બદલે જાતે ઝાડુ પકડીને સફાઈ કામગીરીમાં ભાગ લીધો અને શ્રમદાન કર્યું. હોસ્પિટલ પરિસરમાંથી કચરો અને ગંદકી સાફ કરીને તેને સ્વચ્છ બનાવવામાં આવ્યું. આ અભિયાનથી જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને 'સ્વચ્છતા એ જ સેવા'નો સંદેશ લોકો સુધી પહોંચાડવામાં આવ્યો.
    Click here to Read More
    Previous Article
    કદવાલ પોલીસ સ્ટેશને સમડી અને જામ્બા શાળાના 100 બાળકોની મુલાકાત:પોલીસનો ડર દૂર કરવા અને સાઇબર ફ્રોડથી બચવા અપાઈ માહિતી; રાયફલ-બંદૂક પણ બતાવી
    Next Article
    ગાંધી જયંતીએ મંત્રીઓએ સૂતરાંજલિ આપી, નશામુક્તિ રેલી યોજાઈ:પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગરમાં જનજાગૃતિ અભિયાન યોજાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment