Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગાંધી જયંતીએ મંત્રીઓએ સૂતરાંજલિ આપી, નશામુક્તિ રેલી યોજાઈ:પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં જામનગરમાં જનજાગૃતિ અભિયાન યોજાયું

    9 hours ago

    મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે જામનગરમાં ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ. રાજ્યકક્ષાના મંત્રીઓ પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજાની અધ્યક્ષતામાં નશામુક્ત ભારત જનજાગૃતિ રેલી પણ યોજાઈ. ચાંદીબજાર ખાતે મંત્રી પ્રવીણભાઈ માળી અને રિવાબા જાડેજાએ ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ આપી. આ પ્રસંગે ગાંધીજીના આદર્શો યાદ કરાયા. સેવા સંકલ્પ અભિયાન હેઠળ નશામુક્ત ભારત જનજાગૃતિ રેલી યોજાઈ. તેમાં ડીએસ ગોજીયા વિદ્યાલયના વિદ્યાર્થીઓ, NCC યુનિટ્સ અને વિવિધ સંસ્થાઓ જોડાઈ. સૌએ નશા મુક્ત સમાજ માટે શપથ લીધા. મંત્રીઓએ લીલીઝંડી આપી રેલીને પ્રસ્થાન કરાવ્યું. રેલી સર્કિટ હાઉસથી લાલ બંગલો સર્કલ, ટાઉનહોલ, ત્રણબત્તી થઈ પરત ફરી. નશાના દુષણથી થતી અસરો અંગે જાગૃતિ ફેલાવાઈ. મેયર મોનિકાબેન વ્યાસ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર પી.બી.પંડયા, કમિશનર દીપેશ કેડિયા સહિતના આગેવાનો અને અધિકારીઓ હાજર રહ્યા.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં ભાજપે સ્વચ્છતા અભિયાન ચલાવ્યું:મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આંટી અને પુષ્પહાર અર્પણ કરાયા
    Next Article
    Taiwan Receives First US-Made F-16V Fighter Jets Amid China Threat

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment