Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'ભાજપ ગાયનું પૂંછડું પકડી શિખર પર પહોંચી, ગૌહત્યા ન અટકી':ગેરકાયદે કતલખાના સામે સુરતમાં અહિંસા માર્ચ, સાધુ-સંતો અને હજારો જીવદયાપ્રેમી બેનરો સાથે જોડાયા

    12 hours ago

    સુરત શહેરમાં 2 ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતિના પાવન અવસરે સમગ્ર રાજ્યમાં ચાલતા ગેરકાયદે કતલખાના અને ગૌહત્યા સદંતર બંધ કરાવવાની માંગ સાથે વિશાળ ‘અહિંસા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ગુજરાત ગૌરક્ષા આયોગના ચેરમેન સાજન ભરવાડે સરકાર સામે આક્રોશ વ્યક્ત કરતા ગંભીર આક્ષેપો કર્યા હતા. તેમણે સીધો પ્રહાર કરતા જણાવ્યું કે, આ વિધાનસભાના ધારાસભ્ય હર્ષભાઈ સંઘવી જાતે જૈન છે અને કેન્દ્રના ગૃહમંત્રી પણ જૈન છે, તેમ છતાં જીવદયા અને ગૌહત્યા બંધ કરાવવા માટે જૈન સમાજ તથા હિન્દુ સમાજના સાધુ-સંતોએ રસ્તા પર આવી રેલી કાઢવી પડે અને આવેદનપત્ર આપવું પડે તે શાસકો અને સરકાર માટે અત્યંત શરમજનક બાબત છે. સરગમ શોપિંગ સેન્ટરથી કલેક્ટર કચેરી સુધી કૂચ ઉમરા સ્થિત સરગમ શોપિંગ સેન્ટર ખાતેથી શરૂ થયેલી આ અહિંસા માર્ચ અઠવાલાઇન્સ સ્થિત કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી. જ્યાં વિવિધ સમાજના અગ્રણીઓ, સાધુ-સંતો અને હજારો જીવદયાપ્રેમીઓની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સોંપવામાં આવ્યું હતું. આયોજકોએ સ્પષ્ટ ચેતવણી ઉચ્ચારી છે કે જો વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે આ ગેરકાયદે કતલખાનાઓ સીલ નહીં કરે, તો સુપ્રીમ કોર્ટના આદેશના ઉલ્લંઘન બદલ જવાબદાર અધિકારીઓ સામે નામદાર કોર્ટમાં કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (અદાલતની અવમાનના) હેઠળ કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ‘ગાયનું પૂંછડું પકડી ભાજપ સત્તાના શિખરે પહોંચી’ સાજન ભરવાડે પોતાના નિવેદનમાં આકરા શબ્દો વાપરતા જણાવ્યું હતું કે, "દેશ આઝાદ થયો ત્યારે ગાંધીજીનું સ્વપ્ન હતું કે સર્વપ્રથમ ગૌહત્યા બંધ થવી જોઈએ. કોંગ્રેસે 50 વર્ષ શાસન કર્યું છતાં ગાયની સ્થિતિ એની એ જ રહી. ત્યારબાદ ભારતીય જનતા પાર્ટી 14 વર્ષથી સત્તા પર છે અને ગાયનું પૂંછડું પકડીને સત્તાના શિખરે પહોંચી છે. લોકોએ ખોબલે-ખોબલે મત આપીને ગૌહત્યા બંધ થાય, જીવહિંસા અટકે અને લવ જેહાદ જેવા મુદ્દા ડામી શકાય તે માટે સનાતની સરકારને સત્તાની ખુરશી પર બેસાડી હતી। પરંતુ આટલા વર્ષો શાસનમાં રહ્યા છતાં આજે એક પણ મૂળભૂત મુદ્દાનો નિકાલ આવ્યો નથી અને ગૌહત્યા અટકવાનું નામ નથી લઈ રહી." માત્ર 8 કતલખાના કાયદેસર, બાકી ગેરકાયદે હોવાનો RTIમાં ઘટસ્ફોટ આયોજકો અને જીવદયાપ્રેમીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી વિગતો મુજબ, આરટીઆઈ (RTI) દ્વારા મળેલી સત્તાવાર માહિતીમાં સામે આવ્યું છે કે સમગ્ર ગુજરાતમાં માત્ર 8 કતલખાના જ કાયદેસર રીતે કાર્યરત છે, જ્યારે બાકીના તમામ કતલખાનાઓ કોઈપણ જાતની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે. નિયમ મુજબ આવા ગેરકાયદે એકમો સામે સીધા દરોડા પાડી કાયદેસર પગલાં ભરવાની તમામ સત્તા જિલ્લા કલેક્ટર પાસે હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ માર્ચના સંચાલકોએ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં કર્મચારીઓએ 80 બોટલ રક્તદાન કર્યું:રાષ્ટ્રીય રક્તદાન દિવસે 'સેવા મેરા યોગદાન' અંતર્ગત બે કેમ્પમાં 130 યુનિટ રક્ત એકત્ર થયું
    Next Article
    અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ:પોશડોડા લઈને જતી સ્કોર્પિયોને રોકતા આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, પોલીસે પગમાં ગોળી મારી; 10 દિવસમા બીજી ઘટના

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment