Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગ વચ્ચે ફાયરિંગ:પોશડોડા લઈને જતી સ્કોર્પિયોને રોકતા આરોપીએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યું, પોલીસે પગમાં ગોળી મારી; 10 દિવસમા બીજી ઘટના

    15 hours ago

    આજે 2 ઓક્ટોમ્બરની વહેલી પરોઢે અરવલ્લી જિલ્લામાં નશાના કારોબારીઓ સામે પોલીસની આક્રમક ઝુંબેશ વચ્ચે માલપુરના મોરડુંગરી નજીક LCB પોલીસ અને પોશડોડાની ગેરકાયદે હેરાફેરી કરતા બિશ્નોઈ ગેંગના બે આરોપી વચ્ચે સામસામે ગોળીબારની ઘટના સામે આવી છે. 10 દિવસમાં અરવલ્લીમાં ફાયરિંગ અને પોલીસ ઓપરેશનની આ બીજી ઘટના બનતાં અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કાર રોકવા જતાં આરોપીઓનું ફાયરિંગ મળતી પ્રાથમિક માહિતી મુજબ, અરવલ્લી LCBની ટીમને પોશડોડા ભરેલી એક સ્કોર્પિયો કાર પસાર થવાની માહિતી મળતાં માલપુર નજીક મોરડુંગરી પાસે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે પોશડોડા ભરેલી સ્કોર્પિયો કારને રોકવાનો પ્રયાસ કરતા જ કારમાં સવાર બે આરોપીએ પોલીસ ટીમ પર 2 રાઉન્ડ પોઈન્ટ બ્લેન્ક ફાયરિંગ કરી દીધું હતું. જુઓ ઘટનાની તસવીરો LCBએ જવાબી કાર્યવાહીમાં 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું આરોપીઓના અચાનક આક્રમક વલણ બાદ LCB ટીમે પણ સાહસિક જવાબી કાર્યવાહી કરતા 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ અથડામણમાં એક આરોપીના પગના ભાગે ગોળી વાગતાં તે ઈજાગ્રસ્ત થયો હતો, જેને પોલીસે તુરંત ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજો આરોપી ફરાર છે. ઓપરેશન દરમિયાન ઝડપાયેલા આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. ત્યાર બાદ સ્કોર્પિયો કારની તલાશી લેતાં તેમાંથી વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવતાં પોલીસે કુલ બે પિસ્તોલ કબજે કરી છે. 3 પોલીસ અધિકારી ઈજાગ્રસ્ત આ દિલધડક ફાયરિંગ અને અથડામણ દરમિયાન અરવલ્લી LCBના અધિકારીઓ પણ ઈજાગ્રસ્ત થયા છે: ત્રણેય પોલીસ કર્મચારીને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. ‘ગાડી મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ જઈ રહીં હતી’ SP મનોહરસિંહ જાડેજા (એસપી અરવલ્લી)એ જણાવ્યું હતું કે, ગઇકાલે રાત્રે LCB PI ઝાલા અને એમની ટીમને બાતમી હતી કે, મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ એક ગાડી નીકળવાની છે, જેમાં નાર્કોટિક્સ ભરેલું છે. એ બાતમીના આધારે અમે વોચ રાખેલી અને એ અનુસંધાને રાત્રે 3 વાગ્યે એક શંકાસ્પદ ગાડી નીકળી. જેને રોકવાનો પ્રયત્ન કરતાં તેણે યુ-ટર્ન મારી અને રોંગ સાઇડ પર પરત આવી. 'ગાડીમાંથી 500 કિલોથી વધારે પોશડોડા મળ્યા' એ જ સમયે પોલીસની ગાડી સામે મળતાં તેની ઉપર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એટલે બંન્ને ગાડી સામસામે અથડાઈ. જે બાદ આરોપીએ પોલીસ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો એટલે અમે આરોપી ઉપર ચાર રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું છે. આ ગાડીમાંથી અમને 500 કિલોથી વધારે પોશડોડા મળ્યા છે અને અંદરથી બે હથિયાર, એક મોબાઇલ પણ મળ્યા છે. અમે આગળની તપાસ કરી રહ્યા છીએ. બિશ્નોઈ ગેંગનું કનેક્શન અને 10 દિવસમાં સતત બીજી ઘટના માદક પદાર્થોની ગેરકાયદે હેરાફેરીના આ સમગ્ર મામલામાં ફરી એકવાર બિશ્નોઈ ગેંગનું નામ સામે આવી રહ્યું છે. બિશ્નોઈ ગેંગ દ્વારા પોશડોડાની હેરાફેરી વધુ ઘાતક બની રહી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. નોંધનીય છે કે, અરવલ્લીમાં ગત 22 સપ્ટેમ્બરે પણ સ્કોર્પિયો કાર પર ફાયરિંગની ઘટના બની હતી. (વાંચો સંપૂર્ણ અહેવાલ) 10 દિવસમાં સતત બીજીવાર બનેલી આ ઘટનાથી NDPS હેઠળ કાર્યવાહી કરતી અરવલ્લી પોલીસ વધુ આક્રમક બની છે. હાલ પોલીસે આરોપીઓ, પોશડોડાનો જથ્થો અને હથિયારો ક્યાંથી લાવવામાં આવ્યા હતા તે દિશામાં ઘનન તપાસ શરૂ કરી છે. 2025થી અત્યાર સુધી કેનેડામાં લોરેન્સ અને ગોલ્ડી ગેંગે આ ગુનાહિત ઘટનાઓની જવાબદારી લીધી ઓક્ટોબર 2025માં રેસ્ટોરન્ટ અને વ્યાવસાયિક પ્રતિષ્ઠાનો પર ફાયરિંગ કેનેડાના સરે શહેરમાં એક ભારતીય રેસ્ટોરન્ટ માલિકના 3-4 સ્થળો પર ધડાધડ ફાયરિંગ કરવામાં આવ્યું. સોશિયલ મીડિયા પર લોરેન્સ ગેંગના સાગરીત ગોલ્ડી ઢિલ્લોને પોસ્ટ શેર કરીને આ હુમલાની જવાબદારી લીધી હતી. કપિલ શર્માના કેફે પર હુમલા સરે સ્થિત કોમેડિયન કપિલ શર્માના કેપ્સ કેફે પર જુલાઈથી ઓક્ટોબર 2025 દરમિયાન ત્રણ વખત ફાયરિંગ કરવામાં આવ્યું, જેની જવાબદારી આ સિન્ડિકેટ સાથે જોડાયેલા શૂટરોએ લીધી હતી. નવેમ્બર 2025માં કેનેડા-અલ્બર્ટામાં સાગરીતોની પરસ્પર હત્યા ગોલ્ડી બરાડ અને રોહિત ગોદારાએ સંયુક્ત રીતે દુબઈમાં લોરેન્સના નજીકના સાથી જોરા સિદ્ધુની છરીના ઘા મારીને હત્યા કરવાની જવાબદારી લીધી. પોલીસ ફાઇલો અનુસાર, જોરા સિદ્ધુ કેનેડામાં ગેંગ માટે વોટ્સએપ દ્વારા ખંડણી વસૂલાતનું નેટવર્ક ચલાવતો હતો. સાઉથ એશિયન કમ્યુનિટીના ઘરો અને સંપત્તિઓ પર ગોળીબાર એડમોન્ટન, કેલગરી અને ઓન્ટેરિયોમાં રહેતા અમીર દક્ષિણ એશિયન મૂળના લોકો, રાજકારણીઓ અને સાંસ્કૃતિક નેતાઓને ખંડણી માટે નિશાન બનાવવામાં આવ્યા. કેનેડા પોલીસની પ્રોજેક્ટ ગારટર તપાસ મુજબ, પૈસા ન ચૂકવવા બદલ ડઝનેક ઘરો પર પેટ્રોલ બોમ્બ ફેંકવા અને ગોળીબાર કરવાની ઘટનાઓની જવાબદારી સોશિયલ મીડિયા પર આ ગેંગના હેન્ડલર્સે સ્વીકારી હતી.
    Click here to Read More
    Previous Article
    'ભાજપ ગાયનું પૂંછડું પકડી શિખર પર પહોંચી, ગૌહત્યા ન અટકી':ગેરકાયદે કતલખાના સામે સુરતમાં અહિંસા માર્ચ, સાધુ-સંતો અને હજારો જીવદયાપ્રેમી બેનરો સાથે જોડાયા
    Next Article
    Box Office: Hanuman Ansh Is At Rs 317 Crore And Counting In India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment