Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં કર્મચારીઓએ 80 બોટલ રક્તદાન કર્યું:રાષ્ટ્રીય રક્તદાન દિવસે 'સેવા મેરા યોગદાન' અંતર્ગત બે કેમ્પમાં 130 યુનિટ રક્ત એકત્ર થયું

    11 hours ago

    સાબરકાંઠા જિલ્લામાં રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે બે રક્તદાન કેમ્પ યોજાયા હતા. આ કેમ્પમાં કુલ 130 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. હિંમતનગરમાં જિલ્લા પંચાયત ખાતે 'સેવા મેરા યોગદાન' કાર્યક્રમ હેઠળ એક કેમ્પ યોજાયો હતો. જેમાં તલાટીઓ, શિક્ષકો અને જિલ્લા પંચાયતના કર્મચારીઓએ 80 યુનિટ રક્તદાન કર્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. બીજો કેમ્પ હિંમતનગરની ધાણધા GIDC ખાતે મોન્ટેજ લેબોરેટરીઝ દ્વારા રેડક્રોસ બ્લડ બેંક સાથે મળીને યોજાયો હતો. આ શિબિરમાંથી 50 યુનિટ રક્ત એકત્ર થયું હતું. મોન્ટેજના કાંતિભાઈ શાહ, શ્રેણિકભાઈ શાહ, રેડક્રોસના વી.એ. ગોપલાણી, વિપુલભાઈ સાખલા, હિતેશભાઈ સાખલા, રોનક શાહ, પરેશભાઈ મહેતા અને નેહાબેન મહેતા સહિત ઘણા રક્તદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત યોગ-ધ્યાન શિબિર યોજાઈ:ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત આગેવાનો અને યોગપ્રેમીઓ જોડાયા
    Next Article
    'ભાજપ ગાયનું પૂંછડું પકડી શિખર પર પહોંચી, ગૌહત્યા ન અટકી':ગેરકાયદે કતલખાના સામે સુરતમાં અહિંસા માર્ચ, સાધુ-સંતો અને હજારો જીવદયાપ્રેમી બેનરો સાથે જોડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment