Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાગૃત નાગરિકોએ પોલીસ, પાલિકાને લેખીતમાં પગલા ભરવા કહ્યું:હવે મંગલમ ચાર રસ્તાના ગાર્ડનમાં ધ્વનિ પ્રદૂષણથી ત્રસ્ત નાગરિકો મેદાને

    19 hours ago

    ભુજ શહેરમાં જાહેર બગીચાઓ શાંતિ અને હળવાશના બદલે હવે ઘોંઘાટનું કેન્દ્ર બની રહ્યા છે. જાહેર બગીચાઓમાં મોટા સ્પીકરો વગાડીને અસહ્ય ધ્વનિ પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે. અગાઉ ભુજના વોક-વે, દાદા-દાદી પાર્ક અને ખેંગાર પાર્કમાં આ સમસ્યા હતી. હવે મંગલ ચાર રસ્તા પાસે આવેલા મંગલમ પાર્કમાં (નગરપાલિકા હસ્તકના ગાર્ડનમાં) પણ આ કહેવાતા ગાયકોથી ત્રસ્ત બનેલા જાગૃત નાગરિકોએ ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર, પશ્ચિમ કચ્છના SP અને મામલતદારને લેખિતમાં રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી છે. જાગૃત નાગરિકોએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, સ્થાનિકો છેલ્લા 15 વર્ષથી પણ વધુ સમયથી આ ગાર્ડનમાં બેઠક કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી રવિવાર અને તહેવારોના દિવસે સાંજે 7 થી રાતના 10.30-11 વાગ્યા સુધી આ કહેવાતા ગાયકો મોટું સેટઅપ ઉભું કરીને ગીતો ગાય છે. આ સ્પીકરનું વોલ્યુમ એટલું ઉંચુ હોય છે કે આસપાસ બેઠેલા લોકો વાતચીત પણ કરી શકતા નથી. ખરેખર યોગ્ય નિયમો અમલમાં મુકવામાં આવે તે જરૂરી છે. તકલીફ થતી હોય તો બીજી જગ્યાએ બેસો ગત તા. 27/09ના રાત્રે ઘોંઘાટ થતો હોવાથી અવાજ થોડો ધીમો કરવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું હતું કે, “આ તમારી મજા માટે નથી, તકલીફ થતી હોય તો બીજી જગ્યાએ બેસો. સ્થાનિકોએ આ સમગ્ર ઘટનાનું વીડિયો રેકોર્ડિંગ પણ કરી લીધું છે. જાહેર મિલકત પર કબ્જો જમાવી, માનસિક ત્રાસ આપતા અને ધમકીઓ આપતા આવા તત્વોએ સંબંધિત વિભાગ પાસેથી કોઈ મંજૂરી લીધી છે કે કેમ તેની તટસ્થ તપાસ કરી તાત્કાલિક ધોરણસરની કાર્યવાહી કરવા ઉગ્ર માંગ ઉઠી છે.
    Click here to Read More
    Previous Article
    CM નર્મદા વધાવે છે, ત્યારે અધિકારીઓ પાણીની અછત દર્શાવે છે:દુધઈ સબ બ્રાન્ચ કેનાલ મુદ્દે નર્મદા નિગમના અધિકારી અને ખેડૂત વચ્ચેનો ઓડિયો વાયરલ
    Next Article
    પાર્કિંગની સમસ્યા વિકટ:નળ સર્કલથી નાગોરનો સર્વિસ રોડ જાણે ‘પાર્કિંગ’ !

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment