Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાર્કિંગની સમસ્યા વિકટ:નળ સર્કલથી નાગોરનો સર્વિસ રોડ જાણે ‘પાર્કિંગ’ !

    19 hours ago

    કચ્છમાં ઉદ્યોગોના ધમધમાટ સાથે રાજ્ય અને કેન્દ્ર સરકારે કરોડોની ગ્રાન્ટ ફાળવીને રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગોને હાઈ-સ્પીડ કોરિડોર તેમજ સિક્સલેનમાં ફેરવ્યા છે. ભૂજ સમીપે નળ સર્કલથી નાગોર રેલવે ઓવરબ્રિજ સુધીનો નેશનલ હાઈવે પૂર્ણ થયાને હજુ છ મહિના પણ નથી થયા ત્યાં જ સ્થાનિકોના સ્વાર્થ અને ભંગારિયાઓની ચોરીના કારણે આધુનિક હાઈવે બિસ્માર હાલતમાં મુકાઈ ગયો છે. વાહનોની લાઈટ સામે રક્ષણ આપતી એક્રેલિક પ્રિવેન્ટર અને લોખંડના ડીવાઈડર ગાયબ થતાં અકસ્માતનો ભય ઘેરો બન્યો છે. ઔદ્યોગિક ક્રાંતિ તરફ આગળ વધી રહેલા કચ્છ જિલ્લામાં માર્ગોનું જાળું મજબૂત કરવામાં આવ્યું છે. ભૂજ શહેરની વચોવચથી ટ્રાફિકનું ભારણ ઘટાડવા બાયપાસ સમાન નળ સર્કલથી નાગોર રેલવે ઓવરબ્રિજ સુધીનો નવો સિક્સલેન નેશનલ હાઈવે તૈયાર કરવામાં આવ્યો હતો. રાત્રિના સમયે સામેથી આવતા વાહનોના હાઈ-બીમ પ્રકાશથી વાહનચાલકો અંજાઈ ન જાય તે માટે ડીવાઈડર પર ખાસ એક્રેલિકના પ્રિવેન્ટર શોભા વધારવા માટે મૂકવામાં આવ્યા હતા. જોકે, હાઈવે મજબૂત બન્યાના છ જ મહિનામાં અસામાજિક તત્વો અને ભંગારિયાઓનું ગ્રહણ લાગી ગયું છે. કિંમતી લોખંડની ગ્રીલો રાતોરાત ચોરાઈ રહી છે, જ્યારે હાઈવે કિનારે આવેલા શોપિંગ કોમ્પ્લેક્સના વેપારીઓએ પોતાના ધંધાકીય સ્વાર્થ માટે ફેન્સિંગ તોડી પાડી છે. વર્ષોથી અહીં કારોબાર કરતા ઓઈલ, ટાયરના વિક્રેતાઓ, ગેરેજ સંચાલકો અને ટ્રક મશીનરી રિપેરિંગ કરનારાઓએ ગ્રાહકોની ગાડીઓ સીધી પોતાની દુકાને આવી શકે તે માટે સરકારી મિલકત સમાન ફેન્સિંગ કાઢી નાખી છે. આટલું ઓછું હોય તેમ, વાહનચાલકોની સુવિધા માટે બનાવેલા સર્વિસ રોડ પર જ ટ્રક ડ્રાઈવરો બેફામપણે વાહનો પાર્ક કરી દે છે, જેના કારણે નાની ગાડીઓ કે દ્વિચક્રી વાહનો માટે પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે કરોડોના ખર્ચે બનેલો હાઈવે અત્યારથી જ અરાજકતાનો ભોગ બન્યો છે. હાઈવે પ્રોપર્ટીને નુકસાન અને ચોરી પર શું છે કાયદો?
    Click here to Read More
    Previous Article
    જાગૃત નાગરિકોએ પોલીસ, પાલિકાને લેખીતમાં પગલા ભરવા કહ્યું:હવે મંગલમ ચાર રસ્તાના ગાર્ડનમાં ધ્વનિ પ્રદૂષણથી ત્રસ્ત નાગરિકો મેદાને
    Next Article
    મુંબઈમાં કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન:CEC જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ; દિલ્હીમાં 11 મેટ્રો સ્ટેશન બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment